સુરત : લોકરક્ષકની લેખિત પરીક્ષાને લઈને પ્રતિબંધાત્મક આદેશો જારી

સ્થાનિક
Spread the love

સુરત,5 એપ્રિલ : આગામી તા.10/04/2022ના રોજ લોક રક્ષક ભરતી બોર્ડ, ગાંધીનગર દ્વારા લોક રક્ષક; વર્ગ-3ની પરીક્ષા યોજાવાની છે.ત્યારે, સુરત શહેરના વિવિધ કુલ ૨૦૩ પરીક્ષા કેન્દ્રો પર આ પરીક્ષા યોજાશે.આ પરીક્ષાને લઈને સુરત પોલીસ કમિશનરે વિવિધ પ્રતિબંધાત્મક આદેશો જારી કર્યા છે.

આ પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તેમજ પરીક્ષાર્થીઓને કોઈ ખલેલ ન પહોંચે તે માટે શહેર પોલીસ કમિશનર અજયકુમાર તોમરે જાહેરનામા દ્વારા ઉપરોકત તા.10 એપ્રિલ-રવિવારના રોજ તમામ પરીક્ષા કેન્દ્રોથી 100 મીટરની ત્રીજયાની અંદર 4 કરતા વધુ વ્યકિતઓએ ભેગા થવા કે સભા બોલાવવી કે ભરવી, સરઘસ કાઢવા પ્રતિબંધ ફરમાવ્યો છે. આ સિવાય તમામ પરીક્ષા કેન્દ્રોના 100 મીટરના ત્રીજયાની અંદર ઝેરોક્ષ સેન્ટર પરીક્ષા દરમ્યાન ચાલુ રાખવા કે વાહનો ઉભા રાખવા નહી. આ ઉપરાંત પરીક્ષા કેન્દ્રના બિલ્ડીંગમાં કોઈપણ પરીક્ષાર્થી તેમજ પરીક્ષા સાથે સંકળાયેલ કોઈ પણ કર્મચારીઓ (સરકારી પ્રતિનિધિ સિવાય) મોબાઈલ ફોન, ઈલેક્ટ્રોનિક ડિવાઈસ અથવા કોમ્યુનિકેશન ડિવાઈસ કે સિસ્ટમ રાખવા/લાવવા લઈ જવા પર પ્રતિબંધ રહેશે. તમામે કોવિડ-19 અંગેની ગાઇડલાઇનનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. આ હુકમ પરીક્ષામાં રોકાયેલા અધિકૃત વ્યક્તિઓને, સરકારી નોકરીમાં અથવા રોજગારમાં ફરજ ઉપર હોય તેવી વ્યક્તિઓને લાગુ પડશે નહીં. આ હુકમનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે.

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *