ચેમ્બરના ફલેગશીપ ‘ ઉદ્યોગ–2022 ‘ પ્રદર્શનનો રાજ્યના ઉદ્યોગ મંત્રીના હસ્તે ભવ્ય શુભારંભ કરાશે

સ્થાનિક
Spread the love

સુરત, 7 એપ્રિલ : ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી અને સધર્ન ગુજરાત ચેમ્બર ટ્રેડ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ સેન્ટરના સંયુકત ઉપક્રમે આગામી તા. 8, 9, 10 અને 11 એપ્રિલ, 2022ના રોજ સવારે 10 થી સાંજે 6 વાગ્યાના સમયગાળા દરમ્યાન સરસાણા સ્થિત સુરત ઈન્ટરનેશનલ એકઝીબીશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે ચાર દિવસીય ‘ઉદ્યોગ– 2022’ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રદર્શનનું ઉદ્ઘાટન ગુજરાત રાજ્યના કુટિર ઉદ્યોગ, સહકાર, મીઠા ઉદ્યોગ અને પ્રોટોકોલ (સ્વતંત્ર હવાલો), ઉદ્યોગ, વન પર્યાવરણ અને ક્લાઈમેટ ચેન્જ, પ્રીન્ટીંગ અને સ્ટેશનરી (રાજ્ય કક્ષા)ના મંત્રી જગદીશ વિશ્વકર્મા (પંચાલ)ના હસ્તે કરવામાં આવશે.
‘ઉદ્યોગ–2022’ પ્રદર્શનનો ઉદ્ઘાટન સમારોહ શુક્રવાર, તા. 8 એપ્રિલ, 2022ના રોજ સવારે 10 કલાકે પ્લેટીનમ હોલ ખાતે યોજાશે. જેમાં સંસદ સભ્ય અને ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ સ્પેશિયલ ગેસ્ટ તરીકે સ્થાન શોભાવશે. જ્યારે અતિથિ વિશેષ તરીકે ગુજરાત રાજ્યના કૃષિ, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ (રાજ્ય કક્ષા)ના મંત્રી મુકેશ ઝેડ. પટેલ, ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના પ્રમુખ હેમંત શાહ, યુએસએ (વેસ્ટર્ન ઇન્ડિયા)ના કોમર્સ કોમર્શિયલ ઓફિસર હરોલ્ડ (લી) બ્રેયમેન, અમદાવાદની કોરિયા ટ્રેડ – ઈન્વેસ્ટમેન્ટ પ્રમોશન એજન્સીના ડાયરેકટર જનરલ સેંગકી લી અને એનપીસીઆઈએલના કેએપીએસ– 1 એન્ડ 2 ના સ્ટેશન ડાયરેકટર એ.બી. દેશમુખ ઉપસ્થિત રહેશે.

ચેમ્બરના પ્રમુખ આશીષ ગુજરાતીએ જણાવ્યું હતું કે, ચેમ્બરના ફલેગશીપ એવા ઉદ્યોગ પ્રદર્શનનું દર બીજા વર્ષે આયોજન થાય છે. જેના ભાગરૂપે ચેમ્બર દ્વારા આ વર્ષે ઉદ્યોગ પ્રદર્શનની 13મી આવૃત્તિ તરીકે ‘ઉદ્યોગ–2022’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યુ છે. જેમાં સુરત, નવસારી, અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, રાજકોટ, વાપી, વલસાડ, સિલવાસા, ઉમરગામ, મુંબઇ, પૂણે, દિલ્હી, ગુરૂગ્રામ, પાણીપત, નોઇડા, ભોપાલ અને કોઇમ્બતુરના કુલ 175થી વધુ સાહસિકોએ ભાગ લીધો છે.ભારતના વડાપ્રધાન દ્વારા સ્ટાર્ટ–અપ ઈન્ડિયાની ઘોષણા કરવામાં આવી છે. જેનો મુખ્ય ઉદ્દેશ દેશમાં નવીનતા અને સ્ટાર્ટ–અપને પોષવા માટે મજબૂત ઈકો સિસ્ટમ બનાવવાનો છે. જે ટકાઉ અર્થતંત્રને આગળ ધપાવશે, જેને ધ્યાનમાં રાખીને ચેમ્બર દ્વારા ‘ઉદ્યોગ– 2022’ દ્વારા સ્ટાર્ટ–અપ આંત્રપ્રિન્યોર્સને પ્રોત્સાહન આપવા માટે સ્પેશ્યલ સ્ટાર્ટ–અપ પેવેલિયનનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં લગભગ દસથી બાર સ્ટાર્ટ–અપ સાહસિકોએ ભાગ લીધો છે.
ચેમ્બરના ઉપપ્રમુખ હિમાંશુ બોડાવાલાએ જણાવ્યું હતું કે, ઉદ્યોગ પ્રદર્શન માટે ચેમ્બરને ભારત સરકારના ડીસી– એમએસએમઇ, મિનિસ્ટ્રી ઓફ એમએસએમઇ, ગુજરાત સરકારનું ઇન્ડસ્ટ્રીઝ કમિશ્નરેટ– એમએસએમઇ, ઇન્ડેક્ષ્ટબી અને સુરત મહાનગરપાલિકાનો સહકાર પ્રાપ્ત થયો છે. આ પ્રદર્શનમાં ચેમ્બરને પ્લેટીનમ સ્પોન્સર તરીકે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (જીયો), ગોલ્ડ સ્પોન્સર તરીકે કેપી ગૃપ અને એસોસીએટ સ્પોન્સર તરીકે ન્યુકલીયર પાવર કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ (એનપીસીઆઇએલ)નો પણ સહકાર મળ્યો છે.

‘ઉદ્યોગ– 2022’ પ્રદર્શનના ચેરમેન અમિષ શાહે જણાવ્યું હતું કે, સરસાણા સ્થિત સુરત ઈન્ટરનેશનલ એકઝીબીશન એન્ડ કન્વેન્શન સેન્ટરમાં કુલ 1,10,000 ચોરસ ફુટ વિસ્તારમાં ઉદ્યોગ પ્રદર્શન યોજાયું છે. જેમાં ટેક્ષ્ટાઈલ એન્સીલરી, ઇલેકટ્રીકલ, ઇલેકટ્રોનિકસ એન્ડ ઇન્સ્ટ્રુમેન્ટેશન સેગમેન્ટ, એન્જીનિયરીંગ સેગ્મેન્ટ, એન્વાયરમેન્ટ સેગમેન્ટ, સર્વિસ સેગમેન્ટ, અલ્ટર્નેટ એન્ડ રિન્યુએબલ એનર્જી સેગમેન્ટ, બેન્કીંગ એન્ડ ફાયનાન્સ, કન્ટ્રી, સ્ટેટ, ગર્વમેન્ટ પીએસયુ એન્ડ કોર્પોરેટ પેવેલિયન (જેડા, ધોલેરા, જીઆઇડીસી, ટોરેન્ટ, જીઆઇડીબી, ઇન્ડેક્ષ્ટબી, એનટીપીસી) અને ઈન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ સિકયુરીટીના ઉત્પાદકો દ્વારા તેમની પ્રોડકટ્સ અને સર્વિસિસ પ્રદર્શિત કરવામાં આવશે.

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *