
સુરત, 7 એપ્રિલ : સુરતના જાણીતા પત્રકાર, તંત્રી, સમાજસેવિકા અને રાજકીય અગ્રણી અમિષા ફરોખ રૂવાલાના જન્મદિનની ઉજવણી વિવિધ સેવાકીય પ્રવૃત્તિ સાથે કરવામાં આવશે. તેમના જન્મદિનને સેવાની સુવાસ સાથે ઉજવવા માટે સતત 10 દિવસ વિવિધ સેવાકીય અને મેડિકલ કેમ્પો યોજી જન્મદિનને યાદગાર બનાવવામાં આવશે.
નેશનલ કાઉન્સિલ ફોર હ્યુમન રાઈટ્સ અને કોન્સ્ટિટયુશનલ રાઈટ્સ(રાષ્ટ્રીય) અને સંસ્કૃતિ શિક્ષણ અને સમાજ સેવા ટ્રસ્ટના રાષ્ટ્રીય પ્રમુખ, વરિષ્ઠ સામાજિક, રાજકીય અગ્રણી એરવદ ફરોખ કેરસી રૂવાલા દસ્તુર કુમાર બાવાજીએ જણાવ્યું હતુ કે, અમારા બંને ટ્રસ્ટના રાષ્ટ્રીય ઉપપ્રમુખ, મંત્રી, મહામંત્રી અને જાણીતા વરિષ્ઠ પત્રકાર, તંત્રી અમિષા ફરોખ રૂવાલા માયા કુમારનો આગામી તા.18મી એપ્રિલે જન્મદિવસ છે.આ જન્મદિનને પ્રસુતા, સગર્ભા જરૂરિયાતમંદ મહિલાઓ, કુપોષિત બાળકો સુપોષણ કીટ, આદિવાસી અને ગરીબવર્ગના બાળકોને પુસ્તકો અને શૈક્ષણિક કીટ, સિવિલ હોસ્પિટલમાં નવજાત બાળકીઓને વ્હાલી દીકરી કીટ અર્પણ કરવામાં આવશે. આ ઉપરાંત, સુરત શહેર, રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાએ આગવી સિદ્ધિ પ્રાપ્ત કરનાર સફળ મહિલાઓને દશ તબક્કામાં સન્માનિત કરવામાં આવશે. શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં વિવિધ નિદાન અને સારવાર સાથેના મેડિકલ કેમ્પ યોજાશે. અમિષા રૂવાલા છેલ્લા ઘણા વર્ષોથી મૂંગા પશુ-પક્ષીઓની નિઃસ્વાર્થ ભાવે સતત સેવા કામગીરી પણ નિભાવે છે. જે અંતર્ગત ‘પશુ સેવા સારવાર આશ્રમ ટ્રસ્ટ’ અને ‘માનવ શાંતિ સેવા ધામ ટ્રસ્ટ’ની તાકીદે સ્થાપના કરી જનસેવા સાથે પ્રાણી-પશુસેવાકાર્યને વધુ વેગવાન બનાવી માનવસેવાનો વ્યાપ વિસ્તારવામાં આવશે. સાથોસાથ, શાળા પ્રવેશોત્સવમાં જરૂરતમંદ નાનકડા ભૂલકાઓને પ્રવેશ કીટ, નોટબુક્સ, પુસ્તકો અર્પણ કરાશે. ટ્રસ્ટ દ્વારા તેમના જન્મદિનની સેવાકીય ઉજવણી એક દિન પૂરતી માર્યાદિત ન રાખતા આખું વર્ષ સેવા કાર્યોથી ધમધમતું રહેશે.
અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત