સુરત : ડુમસમાં પોલીસકર્મીઓ માટે આયોજિત ત્રિદિવસીય બીચ વોલિબોલ ટુર્નામેન્ટ સંપન્ન

સ્થાનિક
Spread the love

સુરત : ગૃહ, યુવા રમતગમત અને સાંસ્કૃતિક રાજ્ય મંત્રી હર્ષ સંઘવીના અધ્યક્ષસ્થાને શહેર પોલીસ અને સુરત વોલિબોલ એસોસિએશન દ્વારા ડુમસ ખાતે આયોજિત ત્રિદિવસીય બીચ વોલિબોલ ટુર્નામેન્ટ સ્પર્ધા સંપન્ન થઈ હતી. જેમાં મંત્રીના હસ્તે વિજેતા ટીમને રૂ.51 હજાર અને તથા રનરઅપ ટીમને રૂ.35 હજારનું રોકડ ઈનામ તથા ટ્રોફી આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યાં હતાં.

આ પ્રસંગે મંત્રીએ જણાવ્યું હતું કે, યુવાનોને સશક્ત શિસ્તબદ્ધ બનાવવા રમતગમત જરૂરી છે. તેમણે પોલીસ કમિશનર અજય તોમરની નવતર પહેલ સમાન બીચ વોલિબોલ ટુર્નામેન્ટના આ પ્રકારના આયોજન થકી યુવાનોમાં રમતગમત ક્ષેત્રે રસ જળવાઈ રહેશે. યુવાઓ નશાના રવાડે ન ચડે તેમજ સશક્ત બને, પોલીસ અને આમ નાગરિકો વચ્ચે અંતર ઘટે એ માટે યુવાનોને સ્પોર્ટ્સ ક્ષેત્ર તરફ વાળવા આવશ્યક હોવાનો મત તેમણે વ્યકત કર્યો હતો.

વધુમાં મંત્રીએ કહ્યું કે, આ ટુર્નામેન્ટ એ પ્રજા અને પોલીસ વચ્ચે સેતુ સર્જવાનો મુખ્ય અભિગમ છે. કાયદાનું પાલન કરાવવા માટે પોલીસ ક્યારેક કડક પણ બનતી હોય છે. જેના લીધે લોકોમાં પોલીસ પ્રત્યે ડર રહેતો હોય છે. આ ભયને દૂર કરવામાં પોલીસની હકારાત્મક અને સમાજલક્ષી પ્રવૃત્તિઓ નિમિત્ત બનશે. યુવાનોને સંગઠિત કરવા રમતગમત ટુર્નામેન્ટ અવારનવાર યોજાય તે જરૂરી છે.

આ પ્રસંગે પોલીસ કમિશનર અજય તોમર, ધારાસભ્ય ઝંખના પટેલ, કોપોરેટરો, પોલીસ સ્ટાફ તેમજ સ્પર્ધકો ઉપસ્થિત રહ્યા હતાં.

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *