
સુરત, 12 એપ્રિલ : સી.પી.આઈ.(એમ.)નું 23 મુ રાષ્ટ્રીય અધિવેશન કેરળના કેન્નુરમાં ગત 6થી 10 એપ્રિલ દેશના તમામ રાજ્યોના ડેલિગેટોની હાજરીમાં મળી ગયું. અધિવેશનમાં રાજનૈતિક ઠરાવ અને સંગઠત્મક ઠરાવ ઉપરની ચર્ચામાં 98 ડેલિગેટો એ ભાગ લીધો. બન્ને ઠરાવો સર્વાનુમતે પસાર કરવામાં આવ્યા.અધિવેશનના અંતે રાષ્ટ્રીય મહામંત્રી તરીકે કોમરેડ સીતારામ યેચુંરી સર્વાનુમતે માટે ફરી ચૂંટાયા છૅ. જયારે 17 સભ્યોના પોલીટ બ્યુરોની સર્વાનુમતે ચૂંટણી કરાઈ હતી. જેમાં ગુજરાતના પ્રભારી કોમરેડ અશોક ધવલેજી નો સમાવેશ થાય છૅ. જયારે કેન્દ્રીય કારોબારીમાં ગુજરાતના કોમરેડ અને ભાવેણાના લોકપ્રિય નેતા અરુણ મહેતા ફરી ચૂંટાઈ આવ્યા છે.

અધિવેશનના બન્ને ઠરાવો ની ચર્ચામાં ગુજરાત રાજ્ય મંત્રી કોમરેડ એચ આઈ ભટ્ટ તથા રાજ્ય મંત્રી મંડળના સભ્ય કોમરેડ ડાયા ગજેરાએ ભાગ લીધો. ગુજરાતના ડેલિગેટો તરીકે કોમરેડ એચ આઈ ભટ્ટ, નલિની જાડેજા, ડાયા ગજેરા,સતીશ પરમાર, ડાયા જાદવ તથા ઓબઝર્વર તરીકે જિશાન્ગ હોલેપાત્ર અને પરષોત્તમ પરમારે ભાગ લીધો.અધિવેશન ના અંતે 15 કિલોમીટર લાંબી રેલી યોજાઈ, રેલી ના આગળ 25000 થી વધુ રેડ વોલીન્ટિર્સએ માર્ચ કરી હતી અને 80થી વધુ રેડ બેન્ડ માર્ચ પાસ્ટ કરેલ. જવાહર સ્ટેડિયમમાં સભા યોજાઈ હતી.કેરળના તમામ જિલ્લાઓમાં જાત જાતની રીતોથી અને લાલ પતાકા, શહીદોની પ્રતિમાઓને લોકોએ શણગારી હતી.

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત