
સુરત, 12 એપ્રિલ : કેન્દ્રીય ટેક્ષ્ટાઇલ અને રેલ્વે રાજ્ય મંત્રી શ્રીમતી દર્શનાબેન જરદોશ તા.13/04/2022ના રોજ સુરત શહેરની વિવિધ શાળામાં વિદ્યાર્થિનીઓને સેનિટરી પેડનું વિતરણ કરશે. તેઓ સવારે 11 કલાકે સુમન શાળા ક્ર.-09, વડવાળા સર્કલ, ગોપાલ ચોક, પોલ્ટ્રી સેન્ટર પાસે, કાપોદ્રા ખાતે સેનિટરી પેડ વિતરણ કરશે. બપોરે 12:30 કલાકે અંબાબા ગર્લ્સ હાઈસ્કુલ-હરિપુરા, 1:30 કલાકે નગર પ્રા.શાળા ક્ર.-152, મહાદેવનગર, BAPS હોસ્પિટલની પાછળ, ગુજરાત ગેસ સર્કલ-અડાજણ, 3 કલાકે સુમન શાળા ક્ર.-03, વસ્તાદેવડી, કિરણ હોસ્પિટલ પાસે, સુમુલ ડેરી રોડ અને 4:30 કલાકે નગર પ્રા. શાળા ક્ર.-38, આશાપુરી માતાજી મંદિર-રૂસ્તમપુરા ખાતે સેનિટરી પેડ વિતરણ કરશે.
અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત