
સુરત, 13 એપ્રિલ : આયુષ કચેરીના નિયામક-ગાંધીનગરના માર્ગદર્શનમાં જિલ્લા આયુર્વેદ શાખા-સુરત અને ઉમરપાડા તાલુકા પંચાયત દ્વારા ઉમરપાડા તાલુકાના ગોપાલિયા કન્યા છાત્રાલયમાં ‘સુરક્ષિત માતૃત્વ દિવસ’ની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં 130 જેટલી મહિલાઓ અને કિશોરીઓએ ભાગ લીધો હતો.
આ પ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખ શારદાચૌધરી, સી.ડી.પી.ઓ.-ઉમરપાડા દર્શના ચૌધરી, તાલુકા પંચાયતના મહિલાસભ્યો, મહિલા સરપંચો, આશાવર્કરો, આયુર્વેદ મેડિકલ ઓફિસરો ડો.પ્રીતિ પટેલ, ડો.યોગિતા આહીર, ડો, રિન્કુ ઘેલાણીએ ‘કિશોરી સ્વાસ્થ્ય રક્ષણ’, ‘સગર્ભા અને ધાત્રી માતા’, મેનોપોઝ અને આયુર્વેદ અને યોગના મહત્વ અંગે વિસ્તૃત સમજ આપી હતી. કાર્યક્રમનું સંચાલન મુખ્ય સેવિકા નીલમ પટેલે કર્યું હતું.

તાલુકા વિકાસ અધિકારી રવિન્દ્ર સોલંકી, મેડિકલ ઓફિસર ડો.નિલેશ પટેલ, ડો. તારક અધ્વર્યુ, અને ઉમરપાડા તાલુકા પંચાયત ટીમે આ કાર્યક્રમના આયોજનની જહેમત ઉઠાવી હતી.
અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત