
સુરત, 13 એપ્રિલ : ભારતરત્ન ભારતીય બંધારણના ઘડવૈયા ડૉ.બાબાસાહેબ આંબેડકરની જન્મ જયંતિ નિમિત્તે ‘ડૉ.બાબાસાહેબ આંબેડકરસામાજિક દાયિત્વ સમિતિ-સુરત’ દ્વારા તા.14 એપ્રિલના રોજ સાંજે 6 વાગ્યે વનિતા વિશ્રામ કોલેજના શિવગૌરી હોલ ખાતે સેમિનાર યોજાશે. નિવૃત પ્રિ. ચીફ કમિશનર ઓફ ઈન્કમટેક્ષ (I.R.S.) સુબચનરામ સેમિનારને ખૂલ્લો મૂકશે.
સેમિનારમાં સોશ્યલ જસ્ટીસ મંચ(ગુજરાત રાજય)ના વાલજીપટેલ, નિવૃત્ત IAS જે. બી. વોરા, કાંઠા વિસ્તાર નવનિર્માણ મંડળના મહેન્દ્રપટેલ, સામાજિક અગ્રણી કાંતિ કે. પટેલ (કે.કે.), ગુજરાત RTI મંડળના પ્રમુખ ભૂપેન્દ્ર પટેલ(કાકા), ગુજરાત જાહેર સેવા આયોગના પૂર્વ સભ્ય નાથુ સોસા, સામાજિક કાર્યકર અને એડવોકેટ નઝમુદ્દીન મેઘાણી, નિવૃત્ત IAS આર.એમ. પટેલ, ગુજરાત SSO અધિકાર મહાસંઘના મનુ ચાવડા, પદ્મશ્રી ડૉ. કનુ ટેલર, સૌરાષ્ટ્ર જલધારા ટ્રસ્ટના ચેરમેન પદ્મશ્રી મથુર સવાણી ઉપસ્થિત રહેશે.સેમિનારનું સંકલન નિવૃત્ત IAS શ્રી આર.જે.પટેલ અને જર્નલિસ્ટ કિરણ ઈનામદાર સંભાળી રહ્યાં છે.
અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત