વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા કરી રહી છે ભાજપ સરકાર : ઇશુદાન ગઢવી

સ્થાનિક
Spread the love

સુરત,22 એપ્રિલ : આમ આદમી પાર્ટીના નેતા ઈસુદાન ગઢવીએ શુક્રવારે સુરતમાં સકીઁટ હાઉસ ખાતે આપ દ્વારા આયોજિત પત્રકાર પરિષદમાં સંબોધન કરતા જણાવ્યું હતું કે ગુજરાતમાં વારંવાર પેપર ફૂટવાની ઘટનાઓ બની રહી છે.અત્યાર સુધી એવું બની રહ્યું સરકારી ભરતી પરીક્ષાઓ અને કોલેજોની પરીક્ષાઓના પેપર ફૂટવાની ઘટનાઓ સામે આવતી હતી.પરંતુ, ગઇકાલે રાત્રે ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના નેસવડ ગામની શાળામાંથી ધોરણ સાતનુ પેપર ચોરાઈ ગયા. દુઃખદ વાત એ છે કે અત્યાર સુધી પેપર ફૂટતા હતા આ તો એનાથી આગળની ઘટના બની કે પેપર ફૂટવાની સાથે પેપર ચોરાઈ પણ ગયું,એટલે કે એક ચોર ની હિંમત છે કે શાળામાં આવ્યા ઓફિસનો દરવાજો તોડ્યો-કબાટ તોડ્યો અને એમાંથી પર્ટિક્યુલર સાતમા ધોરણના બે વિષયોના પેપરોની ચોરી કરી.

ગઢવીએ વધુમાં જણાવ્યું હતું કે આમ આદમી પાર્ટી આ મુદ્દે સખત આવાજ ઉઠાવતી રહી છે. ગંભીરતા આ ઘટનાની એ છે કે પૂરી શાળામાં એક પણ સીસી ટીવી કેમેરા નથી, અને કોઈ સિક્યુરિટી પણ નથી, ને દુઃખની વાત તો એ છે કે હવે તો શાળાઓ સુરક્ષિત પણ નથી, એટલે જ આ ધોરણ સાતનુ પેપર ફૂટી ગયું છે. આમ આદમી પાર્ટી છેલ્લા એક વર્ષથી શાળાઓ માટે આંદોલન કરે છે કે શાળાઓની અંદર સીસીટીવી કેમેરા હોવા જોઈએ અને સિક્યુરિટી હોવી જોઈએ. કાલે રાત્રે જે ઘટના બની એના કરતા કોઈ ગંભીર ઘટના બની હોત કે કદાચ કોઈ સ્કૂલ મહત્વના દસ્તાવેજ ચોરાઈ ગયા હોત.
ચોરીની ઘટના પછી શાળાએ પરીક્ષાના બંને પેપર રદ કરી અને પાછળની તારીખ આપી દેવામાં આવી છે.આમ આદમી પાર્ટીની એટલી જ રજૂઆત છે કે ગુજરાત સરકાર જે રીતે વિદ્યાર્થીઓ અને વાલીઓ જોડે રમત રમી રહી છે એ રમત બહુ ખોટી છે. ગુજરાતનો દરેક નાગરિક ગુજરાત સરકારમાં બેઠેલા બધા નેતાઓ ને લોકશાહી ઢબે જવાબ આપશે .સરકાર દ્વારા ફક્ત ગુજરાતી ભાષાનું 7માં ધોરણ નું પેપર રદ કરવામાં આવ્યું છે.અન્ય ભાષાના પેપર લેવામાં આવ્યા અને કાલે પણ લેવાશે .તો અન્ય માધ્યમો જેવા કે મરાઠી, હિન્દી અને અગ્રેજી તેમના પણ અભ્યાસક્રમ, પાઠ્યપુસ્તક અને પ્રશ્નો ગુજરાતની માધ્યમને મળતા જ આવે છે તો એ અન્ય માધ્યમોની પરીક્ષાનુ શું ?

ગુજરાતનાં વહેલી ચુંટણી યોજાશે કે નહિ તે પત્રકારના સવાલનો જવાબ આપતા ગઢવીએ જણાવ્યુ હતુ કે ગુજરાતમાં આમ આદમી પાટીઁનો વ્યાપ અને પ્રભાવ વધી રહ્યો છે. તેમજ જે રીતે AAP ભાજપને તમામ મોરચે ઘેરીને ભાજપને ખુલ્લી પાડી રહી છે જેનાથી સમગ્ર ભાજપમાં ડરનો માહોલ પેદા થયો છે. ને ભાજપ વહેલી ચુંટણી લાવવાના પ્રયાસ કરી રહી છે, જેનાથી આમ આદમી પાટીઁને તૈયારી કરવાનો સમય ઓછો મળે. ભાજપ ગમે ત્યારે ચુંટણી લાવે ભ્રષ્ટઅને અહંકારી ભાજપના નેતાઓને હરાવવા ગુજરાતની જનતા થનગની રહી છે કારણે કે આ વખતની ચુંટણી ગુજરાતના આમ આદમીઓ અને ભાજપના અહંકારી ખાસ આદમીઓ વચ્ચે લડાવાની જેમાં ગુજરાતના આમ આદમીનો વિજય સુનિશ્વિત છે.

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *