
સુરત, 22 એપ્રિલ : શહેરના વિવિધ પરીક્ષા કેન્દ્રો પર આગામી તા.24/04/2022ના રોજ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગર દ્વારા ‘ઓફિસ આસિસ્ટન્ટ’ વર્ગ-3 ની પરીક્ષા કુલ 157 કેન્દ્રોમાં યોજાશે.
આ પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તેમજ પરીક્ષાર્થીઓને કોઈ ખલેલ ન પહોંચે તે માટે શહેર પોલીસ કમિશનર અજયકુમાર તોમરે જાહેરનામા દ્વારા ઉપરોકત સમયગાળા દરમિયાન તમામ પરીક્ષા કેન્દ્રોથી 100 મીટરની ત્રિજયાની અંદર ચાર કરતા વધુ વ્યકિતઓએ ભેગા થવા કે સભા બોલાવવી કે ભરવી, સરઘસ કાઢવા પ્રતિબંધ ફરમાવ્યો છે. આ સિવાય તમામ પરીક્ષા કેન્દ્રોના 100 મીટરના ત્રીજયાની અંદર ઝેરોક્ષ સેન્ટર પરીક્ષા દરમ્યાન ચાલુ રાખવા કે વાહનો ઉભા રાખવા નહી. આ ઉપરાંત પરીક્ષા કેન્દ્રના બિલ્ડીંગમાં કોઈપણ પરીક્ષાર્થી તેમજ પરીક્ષા સાથે સંકળાયેલ કોઈ પણ કર્મચારીઓ (સરકારી પ્રતિનિધિ સિવાય) મોબાઈલ ફોન, ઈલેક્ટ્રોનિક ડિવાઈસ અથવા કોમ્યુનિકેશન ડિવાઈસ કે સિસ્ટમ રાખવા/લાવવા લઈ જવા પર પ્રતિબંધ રહેશે.આ હુકમ પરીક્ષામાં રોકાયેલા અધિકૃત વ્યક્તિઓને, સરકારી નોકરીમાં અથવા રોજગારમાં ફરજ ઉપર હોય તેવી વ્યક્તિઓને લાગુ પડશે નહીં. હુકમનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે.

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત