
સુરત, 23 એપ્રિલ : સુરત જિલ્લામાં કિસાન ભાગીદારી પ્રાથમિકતા અમારી ઝુંબેશ શરુ કરવામાં આવી છે. કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય દ્વારા તા.24/04/2022થી 01/05/2022 દરમ્યાન કિસાન ક્રેડિટ કેમ્પ(KCC) શરૂ કરવામાં આવશે. આ કામગીરીના આયોજન અર્થે જિલ્લા કલેકટરના અધ્યક્ષસ્થાને જિલ્લા સલાહકાર સમિતિ(DCC) ની ખાસ બેઠક કલેકટર કચેરી ખાતે યોજવામાં આવી હતી. જેમા ખેડૂતોને પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજના કિસાન ક્રેડિટ અને તેના યોજનાકી લાભો વિશે માહિતી આપવી તેમજ જાગ્રૂતિ લાવવા માટે કયા કયા પગલા લેવામાં આવે તે માટે સૂચનો કરવામાં આવ્યા હતા.
પી.એમ.કિસાન હેઠળ સુરત જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 1.38 લાખ ખેડૂતોને આવરી લેવામાં આવ્યા છે. જે તમામ ખેડૂતોને કિસાન ક્રેડિટ હેઠળ આવરી લેવા માટે ઝૂંબેશના રૂપે આયોજન કરવા કલેકટર દ્વારા સુચના આપવામાં આવી હતી. કિસાન ક્રેડિટ હેઠળ આવરી લેવા માટે જિલ્લાની ગ્રામિણ અને શહેરી બેંકોની તમામ શાખાઓને પી એમ કિસાન યોજના હેઠળના લાભાર્થી ખેડૂતોની યાદી આપવામાં આવી છે. તાજેતરમાં ભારત સરકાર દ્વારા “કિસાન ભાગીદારી પ્રાથમિકતા અમારી” નામનું અભિયાન સરૂ કરી ખેડૂતોને વિવિધ યોજનાકીય લાભ તળે આવરી લેવાની નેમ છે. KCC પર વિશેષ ધ્યાન કેન્દ્રીત કરતી યોજનાઓના અસરકારક અમલીકરણ માટે 24 એપ્રિલ-2022 થી 1 મે 2022 દરમ્યાન જિલ્લા વહીવટી તંત્ર બેંક અને સંબંધિત કચેરીઓ સાથે સંકલન કરી આ અભિયાન અસરકારક બનાવવામાં આવશે. વધુમાં સંભધિત તમામ અધિકારી/કર્મચારીઓ ખેડૂતો સાથે સંપર્ક કરી યોજના વિશે માહિતગાર કરી મહત્તમ લાભ મળે રહી તે માટેના પ્રયાસો કરવામાં આવશે.
અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત