વિશ્વની સૌથી મોટી સંસ્થા”અમેરિકન હોટલ ઓનર્સ એસોશીએશનના “ ચેરમેન પદે સૌ પ્રથમવાર સુરતના વતની નિશાંત પટેલની ભવ્ય જીત

વ્યક્તિ વિશેષ
Spread the love

સુરત, 23 એપ્રિલ : હોટલ ઓનર્સની સંસ્થામાં વિશ્વની સૌથી મોટી સંસ્થા” અમેરિકન હોટલ ઓનર્સ એસોશીએશનના “ ચેરમેન” પદે ઈતિહાસમાં સૌ પ્રથમવાર યુવા ચેરમેન તરીકે સુરત જીલ્લાના કામરેજ તાલુકાના શામપુરા ગામના વતની અને હાલમાં યુ.એસ.એ ના ટેકસાસ સ્ટેટના ઓસ્ટીન શહેરમાં વસતા નિશાંત પટેલની ભવ્ય જીત થઈ છે.જેને અમેરિકાના કોંગ્રસમેન, મેયર સહિત અનેક મહાનુભાવો, દેશ-વિદેશના સૌ શુભેચ્છકો, વિશાળ મિત્રવર્તુળ તથા સગાં-સંબંધીઓ તરફથી હાર્દિક શુભેચ્છા પાઠવવામાં આવી હતી.
નિશાંત પટેલ અગાઉ પણ લેઉઆ પાટીદાર સમાજના યુવા ડાયરેકટર,હાઈટેક કાઉન્સિલના સભ્ય, રેડરુફ ફ્રેન્ચાઈઝની એડવાઈઝરી કાઉન્સિલના સભ્ય તથા આહોવાના યુવા પ્રોફેશનલ ના ડાયરેકટર થી શરુઆત કરી “ સેક્રેટરી” જેવી અતિ મહત્વની ચૂંટણી પણ જંગી બહુમતીથી જીતી ચુકયા છે. ઉપરાંત બાઈલોઝ કમિટિના ચેરમેન પણ રહી ચુકયા છે.એશિયન અમેરિકન હોટલ ઓનર્સ એસોશીએશનમાં ર્નિવિઘ્નપણે તબક્કાવાર અનેકવિધ હોદ્દાઓ અને તેમાં પણ “ સેક્રેટરી” નું અતિ મહત્વનું પદ પણ કોઈપણ વાદ-વિવાદ વિના પ્રાપ્ત કર્યુ, એટલું જ નહીં તેને સફળતાપૂર્વક નિભાવ્યું એજ નિશાંત પટેલની અનેરી સિધ્ધિ ગણી શકાય.
એશિયન અમેરિકન હોટલ એનર્સ એસોશીએશનમાં શ્વેત વર્ણ સહિત દરેક વર્ણના મેમ્બર્સો તેમજ એશિયન મેમ્બર્સ મળી કુલ 20,000 જેટલા સભ્યો નોંધાયેલ છે જે પૈકી ચૂંટણીમાં કુલ 4 ઉમેદવારોએ ઉમેદવારી કરી હતી. ગૌરવની વાત એ હતી કે, નિશાંત પટેલને થયેલ મતદાનના 54% મત એકલાને પ્રાપ્ત થયા હતા, જયારે બાકીના ત્રણ ઉમેદવારોને કુલ 46% મતો મળ્યા હતાં.સંસ્થાના મેમ્બર્સો જે હોટલ / મોટેલ ધરાવે છે તેમના મુંઝવતા પ્રશ્નો / વણ ઉકેલ્યા પ્રશ્નોને સાંભળવા, નિરાકરણ માટે સંનિષ્ઠ પ્રયત્નો કરવા તેમજ સરકાર સમક્ષ પણ સમયાંતરે રજૂઆતો કરી હોટલ / મોટેલના માલિકોને ન્યાય અપાવવાનું કાર્ય કરવાનું હોય છે.નિશાંત(નીલ) નવીનભાઈ પટેલને આટલી નાની વયે આવી અનેરી સિધ્ધિ મેળવવા બદલ સુરતના વિવિધ ક્ષેત્રના અગ્રણીઓએ હાર્દિક શુભકામનાઓ પાઠવી છે.

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *