
સુરત,24 એપ્રિલ : “આઝાદી કા અમૃત મહોત્સવ યાત્રા” અંતર્ગત ભારતીય જનતા પાર્ટી સુરત મહાનગર કાર્યાલય ખાતે પ્રેસ વાર્તા નું આયોજન કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે મહાનગરના અધ્યક્ષ નિરંજન ઝાંઝમેરા , પ્રદેશ ઉપાધ્યક્ષ જનક બગદાણા, મહાનગરના મહામંત્રી કિશોર બિંદલ, મુકેશ દલાલ, ધારાસભ્ય વિવેક પટેલ, પ્રદેશ યુવા મોરચાના મહામંત્રી નરેશ દેસાઈ, યુવા મોરચાના શહેર અધ્યક્ષ ભાવિન ટોપીવાલા,દક્ષિણ ગુજરાતના પ્રવક્તા ડો. જગદીશ પટેલ, પ્રદેશ યુવા મોરચાના હોદેદારો ઉપસ્થિતિ રહ્યા હતા.

આ પ્રેસ વાર્તામાં પ્રદેશ યુવા મોરચાના મહામંત્રી નરેશ દેસાઈએ જણાવ્યું હતું કે આઝાદી કે અમૃત મહોત્સવ અંતર્ગત ભાજપના સ્થાપના દિને ગત 6ઠ્ઠી એપ્રિલના રોજ ભાજપ યુવા મોરચાના પ્રદેશ અધ્યક્ષ પ્રશાંત કોરાટના નેતૃત્વમાં એક બાઈક રેલીનો પ્રારંભ થયો હતો.રાજ્યની વિવિધ 100 વિધાનસભા અને 250થી વધુ મંડલોના પ્રવાસ થકી 3500થી વધુ કિલોમીટરનો પ્રવાસ આ બાઈક રેલી દ્વારા કરવામાં આવ્યો છે. આ રેલીમાં 75થી વધુ બુલેટમાં 200થી વધુ કાર્યક્રતાઓ સાથે યુવા મોરચાના પ્રદેશ અધ્યક્ષ પ્રશાંત કોરાટ સતત સાથે રહ્યા છે.રેલીના રૂટ દરમિયાન 1000થી વધુ સ્વાતંત્ર્ય સેનાનીઓ અને શહીદોને પુષ્પાંજલિ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા.રાજ્યમાં હાલ ભીષણ ગરમી પડી રહી છે તેમ છતાં આવા વાતાવરણમાં પણ કાર્યકર્તાઓના અદમ્ય ઉત્સાહ વચ્ચે લોકોએ આ રેલીને પ્રચંડ જન સમર્થન આપ્યું છે. રેલીના રૂટ પર 2 હજારથી વધુ સ્વાગત પોઇન્ટ પર પક્ષના સાંસદો, ધારાસભ્યો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.આ બાઈક રેલીનું આવતીકાલે સુરત ખાતે ભવ્યાતિભવ્ય સ્વાગત સાથે સમાપન થઇ રહ્યું છે.આ રેલીમાં સુરત શહેરની 5 હજાર બાઈકો જોડાવાની છે.શહેરમાં આયોજિત આ બાઈક રેલી સાથે બહારથી આવેલી બાઈક રેલી કડોદરાથી આવીને જોડાશે.આ રેલીનો પરવત પાટિયા સ્થિત કાંગારું સર્કલથી પ્રારંભ થશે અને મોટા વરાછા સ્થિત ગજેરા કમ્પાઉન્ડ ખાતે સમાપન થશે.આ કાર્યક્રમમાં ભાજપ યુવા મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ તેમજ સાંસદ તેજસ્વી સુર્યા અને પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ ઉપસ્થિત રહેશે.

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત