
સુરત, 27 એપ્રિલ : સુરત શહેરમાં દિન પ્રતિ દિન ગુનાખોરીનું પ્રમાણ વધી રહ્યું છે.ત્યારે,શહેરના અડાજણ વિસ્તારમાં એક 14 વર્ષીય માસુમ તરૂણીને એક નરાધમ યુવાને લગ્નની લાલચ આપીને વારંવાર દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના બહાર આવી છે.આ નરાધમે આ તરૂણી સાથે 4 મહિના સુધી દુષ્કર્મ આચર્યું હતું.આટલેથી ન અટકતા આ યુવાને અંગત પળોનો વિડીયો ઉતારી લઇ તેને મિત્રોમાં પણ શેર કર્યો હતો. આ સમગ્ર ઘટના અંગે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે અને હાલ પોલીસે તપાસ હાથ ધરી છે.

પોલીસના સુત્રોથી મળેલી જાણકારી મુજબ સુરત શહેરના અડાજણ વિસ્તારમાં રાજ વર્લ્ડ પાસે આવેલી અશોક વાટિકા નામની સોસાયટીમાં રહેતા ઉમંગ ઉર્ફે બોની પ્રહલાદ પટેલે 14 વર્ષની તરુણીને પહેલા પોતાની પ્રેમજાળમાં ફસાવી હતી અને બાદમાં લગ્નની લાલચ આપી તેનું વારંવાર શારીરિક શોષણ કર્યું હતું.4 મહિના સુધી દુષ્કર્મ આચરતા આ યુવાને અંગત પળોનો વિડીયો ઉતારી લઈને તરૂણીને તે જો કોઈને કહીશ તો વિડીયો વાયરલ કરી દઈશ તેવી ધમકી આપી હતી.વિડીયો વાયરલ કરવાની ધમકી આપી સતત આ તરુણીને આ નરાધમે પીંખી હતી.તેણે તેના મિત્રો દીપ અને વીસ્પીને તરૂણી સાથેની અંગત પળોના વિડીયો પણ શેર કર્યા હતા.તરુણીના પરિવારે આ સમગ્ર ઘટના અંગે અડાજણ પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે પોક્સો એક્ટ સહિતની કલમ લગાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ સમગ્ર મામલે યુવાન પર લોકો ફિટકાર વરસાવી રહ્યા છે.
અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત