કૃષિ અને ઉર્જા રાજયમંત્રીના અધ્યક્ષસ્થાને પલસાણા ખાતે વિવિધ ઈન્ડસ્ટ્રીઝના ઉદ્યોગકારોની બેઠક યોજાઈ

સ્થાનિક
Spread the love

સુરત, 28 એપ્રિલ : કૃષિ અને ઉર્જા રાજયમંત્રી મુકેશ પટેલના અધ્યક્ષસ્થાને આજરોજ પલસાણાના ગુજરાત ઈકો-ટેક્ષટાઈલ પાર્ક ખાતે કડોદરા, પલસાણા, કીમ અને પીપોદરા ઈન્ડસ્ટ્રીઝના ઉધોગકારો સાથે બેઠક યોજાઈ હતી.

બેઠકમાં મંત્રીએ જણાવ્યું હતું કે, રાજયમાં વધુમાં વધુ ઉદ્યોગો વિકસે અને રોજગારીનુ સર્જન થાય તે માટે સરકાર કટિબદ્ધ છે. ઉદ્યોગકારોની સમસ્યાઓનું ઝડપથી નિરાકરણ આવે તેવા પ્રયાસો સરકાર કરી રહી છે. વધુમાં તેમણે રીન્યુએબલ એનર્જીક્ષેત્રે ગુજરાત નંબર વન છે ત્યારે રીસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઉપર વધુ ભાર આપીને સૌએ સાથે મળીને આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારતની નેમને સાકારિત કરવાનો અનુરોધ કર્યો હતો. મંત્રીએ તાપી જિલ્લામાં રોજગારીનું સર્જન થાય તે માટે ઉદ્યોગકારોને રોકાણ કરવા આહવાન કરતા સરકાર તરફથી તમામ પ્રકારની મદદ ઉપલબ્ધ થશે તેમ પણ વધુમાં જણાવ્યું હતું.આ બેઠકમાં જિલ્લા સંગઠન પ્રમુખ સંદિપ દેસાઈ, અંકુર દેસાઈ, ઉદ્યોગકાર ગીરીશ લુથરા તેમજ અન્ય ઉદ્યોગકારો ઉપસ્થિત રહ્યા હતા.

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *