આઇસીઆઇસીઆઈ બેંકએ MSMEs માટે ભારતની સૌપ્રથમ સંપૂર્ણ, તમામ માટે ઉપયોગી ડિજિટલ ઇકોસિસ્ટમ પ્રસ્તુત કરી

વેપાર જગત
Spread the love

મુંબઈ, 28 એપ્રિલ : આઇસીઆઇસીઆઈ બેંકએ આજે જાહેરાત કરી હતી કે, બેંકે દેશમાં તમામ સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગસાહસો (MSMEs) માટે ભારતની પ્રથમ સંપૂર્ણ ડિજિટલ ઇકોસિસ્ટમ પ્રસ્તુત કરી છે, જેનો લાભ અન્ય બેંકોના ગ્રાહકો પણ લઈ શકે છે. આ ઇકોસિસ્ટમના ત્રણ આધારસ્તંભ છેઃ 1) હાલના ગ્રાહકો માટે સંવર્ધિત બેંકિંગ સેવાઓ, 2) અન્ય બેંકના ગ્રાહકો હોય એવી MSMEsને વિવિધ બેંકિંગ સેવાઓ, 3) તમામ માટે મૂલ્ય-સંવર્ધિત સેવાઓની સંપૂર્ણ રેન્જ. ઉદ્યોગમાં વિવિધ સૌપ્રથમ સમાધાનો પૂરાં પાડતી આ ઇકોસિસ્ટમ ઉદ્યોગની હાલની પદ્ધતિથી નોંધપાત્ર પરિવર્તન લાવશે, જેમાં બેંકો આ સેવાઓ તેમના ગ્રાહકોને જ પૂરી પાડે છે. કોઈ પણ વ્યક્તિ વ્યવસાયો માટે સુપર એપ ઇન્સ્ટાબિઝ એપના નવા વર્ઝનને ગૂગલ પ્લે સ્ટોર કે એપલ એપ સ્ટોરમાંથી કે બેંકના કોર્પોરેટ ઇન્ટરનેટ બેંકિંગ (સીઆઇબી) પ્લેટફોર્મ પરથી સરળતાપૂર્વક ડાઉનલોડ કરીને આઇસીઆઇસીઆઈ બેંકના ડિજિટલ સમાધાનોનો લાભ મેળવી શકે છે.
આ અંગે આઇસીઆઇસીઆઈ બેંકના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર અનુપ બાગ્ચીએ કહ્યું હતું કે, “અમે આઇસીઆઇસીઆઈ બેંકમાં હંમેશા માનીએ છીએ કે, MSME સેગમેન્ટ ભારતીય અર્થતંત્રની કરોડરજ્જુ છે. આ MSMEs માટે ‘વેપારવાણિજ્યની સરળતા’ વધારવાની અને તેમની વૃદ્ધિમાં પાર્ટનર બનવાની અમારી ફિલોસોફી ધરાવે છે. અમને અમારા સંશોધનમાંથી જાણકારી મળી છે કે, MSMEs ટેકનોલોજીથી થતા ફાયદા સમજે છે. તેઓ તેમના વ્યવસાયને સરળ બનાવવા ડિજિટલ સમાધાનો સ્વીકારવા આતુર છે, જેથી તેઓ વૃદ્ધિ પર વધારે ધ્યાન કેન્દ્રિત કરી શકે છે. MSMEsને સર્વાંગી પ્લેટફોર્મની પણ જરૂર છે, જે તેમની તમામ જરૂરિયાતો પૂરી કરે છે. ઉપરાંત અમારું માનવું છે કે, અમારા ઉત્પાદનો અને સેવાઓના ફાયદા અમારા ગ્રાહકો પૂરતાં મર્યાદિત નથી, પણ અન્ય બેંકના ગ્રાહકો પણ આ સુવિધાઓનો અનુભવ મેળવી શકે છે. આ ઉપયોગી જાણકારીઓને આધારે અમે અંદાજે છ કરોડ MSMEsને સક્ષમ બનાવવા મૂલ્ય-સંવર્ધિત સેવાઓ સાથે વિવિધ બેંકિંગ સેવાઓ દ્વારા ઓપન આર્કિટેક્ચર સાથે વિસ્તૃત ડિજિટલ ઇકોસિસ્ટમ પ્રસ્તુત કરી છે. અમારું માનવું છે કે, MSMEs માટે આ સમાધાનો તેમના વ્યવસાયની કાર્યદક્ષતા વધારશે અને વ્યવસાયને વેગ આપશે.”
અન્ય બેંકોના ગ્રાહકો હોય એવા MSMEs ઇન્સ્ટાબિઝના નવા વર્ઝનમાં ‘ગેસ્ટ’ તરીકે લોગિંગ થઈને બેંકની ડિજિટલ ઇકોસિસ્ટમમાંથી અનેક સેવાઓનો લાભ લઈ શકે છે. આ યાદીમાં સૌથી મહત્વપૂર્ણ સેવા છે – રૂ. 25 લાખ સુધી ઓવરડ્રાફ્ટની તાત્કાલિક અને પેપરલેસ મંજૂરી. ‘ઇન્સ્ટાઓડી પ્લસ’ નામની ઉદ્યોગમાં આ સૌપ્રથમ ખાસિયત કોઈ પણ બેંકના ગ્રાહકોને ઇન્સ્ટાબિઝના નવા વર્ઝન કે સીઆઇબી પર થોડા ક્લિક કરીને તાત્કાલિક ઓવરડ્રાફ્ટનો લાભ લેવા સક્ષમ બનાવે છે. જ્યારે આઇસીઆઇસીઆઈ બેંકના ગ્રાહકો તાત્કાલિક તેમના કરન્ટ એકાઉન્ટમાં ઓડી એક્ટિવેટ કરાવી શકે છે, ત્યારે અન્ય બેંકના ગ્રાહકો વીડિયો કેવાયસી મારફતે ડિજિટલ રીતે બેંકમાં કરન્ટ એકાઉન્ટ ખોલાવ્યા પછી આ સુવિધાનો લાભ મેળવી શકે છે. આ ઓફરમાં સામેલ અન્ય એક મહત્વપૂર્ણ સુવિધા ડિજિટલ માધ્યમ મારફતે કરન્ટ એકાઉન્ટ તાત્કાલિક ખોલવાની સુવિધા છે. સંપૂર્ણપણે પેપરલેસ પ્રક્રિયા બેંકના અદ્યતન એપીઆઈનો ઉપયોગ કરે છે, જે એકાઉન્ટ ખોલવાના ફોર્મને ઓટો ફિલ કરે છે અને તાત્કાલિક પેન/આધાર નંબરને વેલિડેટ કરે છે તથા વીડિયો કેવાયસી મારફતે એકાઉન્ટ ખોલવાની સુવિધા આપે છે.

ઉપરાંત MSMEs માટે વૃદ્ધિ અને કાર્યદક્ષતાને વધારે વેગ આપવા ઇન્સ્ટાબિઝ હવે બેંકના ગ્રાહકો અને ગ્રાહકો ન હોય એવા એમ બંને MSMEsને મૂલ્ય-સંવર્ધિત સેવાઓની રેન્જ ઓફર કરે છે. આઇસીઆઇસીઆઈ બેંકે MSMEsની વિવિધ જરૂરિયાતો પૂર્ણ કરવા વિવિધ નિષ્ણાતો સાથે સંકલન સ્થાપિત કરવા વિવિધ પાર્ટનર્સ સાથે જોડાણ કર્યું છે. આ પાર્ટનર્સમાં ઇન્ડિયા ફિલિંગ્સ (વ્યવસાયિક નીતિનિયમોના પાલન અને નોંધણી માટે), ઇન્ડિયામાર્ટ (વ્યવસાયની નોંધણી), એરટેલ (કનેક્ટિવિટી અને બિઝનેસ કમ્યુનિકેશન્સ), ક્લીઅરટેક્ષ (કરવેરો ભરવા અને સલાહ માટે), ઝોહો બુક્સ (એકાઉન્ટિંગ સોલ્યુશન્સ), ગ્લોબલ લિન્કર (બિઝનેસ નેટવર્કિંગ અને ડિજિટલ સ્ટોર મેનેજમેન્ટ), Sherlock.ai (ડિજિટલ માર્કેટિંગ અને ડેટા એનાલીટિક્સ) સામેલ છે. MSMEs તેમના પ્લેટફોર્મ પર તાત્કાલિક બોર્ડ પર આવીને આ નિષ્ણાતોની વિશિષ્ટ સેવાઓનો લાભ મેળવી શકે છે.ઉપરાંત, MSMEs, બેંકના ગ્રાહકો અને બિનગ્રાહકો એમ બંને, ધિરાણના પત્ર, બેંક ગેરન્ટી, ટ્રેડ ક્રેડિટ, ટ્રેડ વ્યવહારો અને અન્ય ઘણી સેવાઓ જેવી ટ્રેડ સાથે સંબંધિત વિવિધ સેવાઓનો લાભ પણ મેળવી શકે છે.
ઉપરાંત ઇન્સ્ટાબિઝ મારફતે વેપારીઓ, રિટેલર્સ તથા ડૉક્ટર્સ અને વકીલો વગેરે વ્યાવસાયિકો યુપીઆઈ અને કાર્ડ મારફતે તાત્કાલિક ચુકવણી સ્વીકારી શકે છે. તેઓ ક્યુઆર જનરેટ કરી શકે છે અને પોઇન્ટ ઓફ સેલ (પીઓએસ) ઉપકરણ માટે ડિજિટલ અરજી પણ કરી શકે છે. તેઓ ચુકવણીનાં તાત્કાલિક સેટલમેન્ટ, ફક્ત 30 મિનિટમાં તેમની દુકાનોને ઓનલાઇન સ્ટોરમાં પરિવર્તિત કરવા અને ચુકવણીની રસીદની પુષ્ટિ કરતાં વોઇસ-મેસેજિંગ ઉપકરણ માટે અરજી કરવા જેવી મૂલ્ય સંવર્ધિત સેવાઓનો લાભ પણ મળી શકે છે.ડિજિટલ ઇકોસિસ્ટમ બેંકના હાલના ગ્રાહકોને સંવર્ધિત સેવાઓ પૂરી પાડે છે. તેઓ હવે ટ્રેડ અને વિદેશી વિનિયમ સાથે સંબંધિત નાણાકીય વ્યવહારોની તેમની જરૂરિયાતો માટે બેંકના ટ્રેડ ઓનલાઇન પ્લેટફોર્મ પર બોર્ડ પર આવવાનો સરળ અનુભવ મેળવી શકે છે. તેઓ અન્ય સુવિધાઓની સાથે પીઓએસ ઉપકરણ માટે અરજી કરી શકે છે, જીએસટીની સરળ અને ડિજિટલ ચુકવણી પણ કરી શકે છે. મજબૂત ટેકનોલોજી અને સંલગ્ન એનાલીટિક્સ સાથે સજ્જ ઇન્સ્ટાબિઝ એપનું નવું વર્ઝ ગ્રાહકની પ્રોફાઇલને આધારે વિવિધ રિમાઇન્ડર્સ આપે છે. ઉદાહરણ તરીકે, જીએસટીની ચુકવણી કરવાનું વલણ ધરાવતા ગ્રાહકને ચુકવણીની છેલ્લી તારીખ અગાઉ જીએસટીની ચુકવણી માટે સ્વાભાવિક રિમાઇન્ડર આપશે; નિકાસકાર/આયાતકારને ટ્રેડ ઓનલાઇન એક્ટિવેશનની રિક્વેસ્ટ રિમાઇન્ડર મળશે અ વેપારીને પીઓએસ ડિવાઇઝ માટે ડિજિટલ અરજી કરવા માટે પોપ-અપ મળશે.


આઇસીઆઇસીઆઈ બેંક વિશેઃ આઇસીઆઇસીઆઈ બેંક લિમિટેડ (BSE: ICICIBANK, NSE: ICICIBANK અને NYSE:IBN) ભારતમાં ખાનગી ક્ષેત્રની અગ્રણી બેંક છે. 31 માર્ચ, 2022ના રોજ બેંકની કુલ સંગઠિત અસ્કયામત ₹17,52,637 કરોડ હતી.ઉપરાંત, MSMEs, બેંકના ગ્રાહકો અને બિનગ્રાહકો એમ બંને, ધિરાણના પત્ર, બેંક ગેરન્ટી, ટ્રેડ ક્રેડિટ, ટ્રેડ વ્યવહારો અને અન્ય ઘણી સેવાઓ જેવી ટ્રેડ સાથે સંબંધિત વિવિધ સેવાઓનો લાભ પણ મેળવી શકે છે. ઉપરાંત ઇન્સ્ટાબિઝ મારફતે વેપારીઓ, રિટેલર્સ તથા ડૉક્ટર્સ અને વકીલો વગેરે વ્યાવસાયિકો યુપીઆઈ અને કાર્ડ મારફતે તાત્કાલિક ચુકવણી સ્વીકારી શકે છે. તેઓ ક્યુઆર જનરેટ કરી શકે છે અને પોઇન્ટ ઓફ સેલ (પીઓએસ) ઉપકરણ માટે ડિજિટલ અરજી પણ કરી શકે છે. તેઓ ચુકવણીનાં તાત્કાલિક સેટલમેન્ટ, ફક્ત 30 મિનિટમાં તેમની દુકાનોને ઓનલાઇન સ્ટોરમાં પરિવર્તિત કરવા અને ચુકવણીની રસીદની પુષ્ટિ કરતાં વોઇસ-મેસેજિંગ ઉપકરણ માટે અરજી કરવા જેવી મૂલ્ય સંવર્ધિત સેવાઓનો લાભ પણ મળી શકે છે.ડિજિટલ ઇકોસિસ્ટમ બેંકના હાલના ગ્રાહકોને સંવર્ધિત સેવાઓ પૂરી પાડે છે. તેઓ હવે ટ્રેડ અને વિદેશી વિનિયમ સાથે સંબંધિત નાણાકીય વ્યવહારોની તેમની જરૂરિયાતો માટે બેંકના ટ્રેડ ઓનલાઇન પ્લેટફોર્મ પર બોર્ડ પર આવવાનો સરળ અનુભવ મેળવી શકે છે. તેઓ અન્ય સુવિધાઓની સાથે પીઓએસ ઉપકરણ માટે અરજી કરી શકે છે, જીએસટીની સરળ અને ડિજિટલ ચુકવણી પણ કરી શકે છે. મજબૂત ટેકનોલોજી અને સંલગ્ન એનાલીટિક્સ સાથે સજ્જ ઇન્સ્ટાબિઝ એપનું નવું વર્ઝ ગ્રાહકની પ્રોફાઇલને આધારે વિવિધ રિમાઇન્ડર્સ આપે છે. ઉદાહરણ તરીકે, જીએસટીની ચુકવણી કરવાનું વલણ ધરાવતા ગ્રાહકને ચુકવણીની છેલ્લી તારીખ અગાઉ જીએસટીની ચુકવણી માટે સ્વાભાવિક રિમાઇન્ડર આપશે; નિકાસકાર/આયાતકારને ટ્રેડ ઓનલાઇન એક્ટિવેશનની રિક્વેસ્ટ રિમાઇન્ડર મળશે અ વેપારીને પીઓએસ ડિવાઇઝ માટે ડિજિટલ અરજી કરવા માટે પોપ-અપ મળશે.

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *