
સુરત, 28 એપ્રિલ : સરદારધામ દ્વારા આયોજીત ત્રિદિવસીય SRK ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ 2022 અને એક્ઝિબિશનનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે સવારે 11 વાગે વર્ચ્યુઅલ થશે. સુરતના સરસાણા ઈન્ટરનેશનલ એક્ઝિબિશન કન્વેન્શન સેન્ટર ખાતે તા.29 એપ્રિલથી 1 મે ત્રિ-દિવસીય એકઝીબિશન આયોજીત કરવામાં આવ્યું છે. જેમાં 30 હજાર ચો.મી. વિસ્તારમાં 950 સ્ટોલ રહેશે. જેમાં આઈ.ટી. ફૂડ અને બેવરેજીસ, ફાર્માસ્યુટિકલ, ડેરી, કૃષિ, એન્જિનિયરીંગ, રબર, ડાયમંડ અને ટેક્ષટાઈલ સહિતના 15 થી વધુ સેક્ટરના ઉદ્યોગકારો એક્ઝિબિશનમાં ભાગ લેશે. મહિલા ઉદ્યોગ સાહસિકો, કૃષિ અને ડેરી માટે એક્ઝિબિશન સ્ટોલમાં 50 ટકા રાહત આપવામાં આવી છે.
રાજ્યમાં સર્વ ક્ષેત્રમાં ઉદ્યોગ/વ્યાપારનો વિકાસ થાય, નવા ઉદ્યોગ સાહસિકો મળે, અને તે દ્વારા રાજ્યમાં ઔદ્યોગિક ક્ષેત્રે વધુ રોજગારીના અવસરો પેદા થાય, સાથોસાથ યુવા ઉદ્યોગસાહસિકોને પ્રગતિ માટે ગ્લોબલ પ્લેટફોર્મ મળે તેવો પાટીદાર ગ્લોબલ સમિટનો મુખ્ય હેતુ રહેલો છે.
અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત