
સુરત, 28 એપ્રિલ : ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા શુક્રવાર, તા. 29 એપ્રિલ, 2022ના રોજ સાંજે 5 કલાકે સમૃદ્ધિ, નાનપુરા, સુરત ખાતે ‘રોલ ઓફ ઇન્ડીજિનીયસ એન્ડ ઇનોવેટીવ ટેકનોલોજીસ ઇન અર્બન એર કવોલિટી મેનેજમેન્ટ’ વિષય ઉપર મહત્વના સેશનનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં નિષ્ણાંત વકતા તરીકે આઇઆઇટી દિલ્હીના પ્રોફેસર મુકેશ ખરે, સિનિયર રિસર્ચ ફેલો સચિન ધવન, પ્રોફેસર ડો. અરવિંદ કે. નેમા અને એસોસિએટ પ્રોફેસર ડો. શ્રી હર્ષા કોટા મહત્વનું હેતુલક્ષી માર્ગદર્શન આપશે. સિંગાપોરની નેશનલ યુનિવર્સિટીના એસોસિએટ પ્રોફેસર યુ લિયા એ વિડિયો કોન્ફરન્સથી જોડાઇને સંબોધન કરશે.
અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત