હાનિકારક રેડિએશનની અસરથી બચાવતી ‘એન્ટી રેડીએશન ચિપ’નો આવિષ્કાર કરતા અમદાવાદના હેમેન્દ્ર પટેલ

સ્થાનિક
Spread the love

સુરત, 29 એપ્રિલ : આજે મોબાઈલ, ટેબલેટ્સ, લેપટોપ જેવા અત્યાધુનિક સંચારના સાધનોનો ઉપયોગ વધ્યો છે. પરતું આ સાધનોના કિરણોત્સર્ગ અમુક સમયના વપરાશ પછી વધતા હોય છે. જે માનવીના સ્વાસ્થ્ય માટે ખુબ જોખમકારક હોય છે. આ કિરણોત્સર્ગના જોખમને ઘટાડવા અમદાવાદના B.E.E.&C. ડિગ્રી ધરાવતા હેમેન્દ્ર પટેલે ‘એન્ટી રેડિએશન ચિપ’નો આવિષ્કાર કર્યો છે. જે ઉપરોક્ત ઉપકરણો પર લગાવવાથી રેડિએશનની જોખમી અસરથી બચાવે છે એવું તેઓ જણાવે છે.
સુરતના સરસાણા ખાતે આયોજિત તા. 29 એપ્રિલથી તા. 1લી મે 2022ના ત્રિદિવસીય ગ્લોબલ પાટીદાર બિઝનેસમાં હેમેન્દ્રભાઈએ ઇલેક્ટ્રો હેલ્થ સ્ટોલમાં ‘એન્ટી રેડીએશન ચિપ’ પ્રદર્શિત કરી છે. જેને કિમત રૂ.300/- છે.

હેમેન્દ્રભાઈએ કહ્યું હતું કે, બોલિવુડમાં આમીરખાન અને રજનીકાન્ત અભિનીત ફિલ્મ ‘રોબોટ 2.૦’ ના કન્સેપ્ટ પ્રમાણે મોબાઈલના વધુ ઉપયોગથી ઉત્પન્ન થતા રેડીએશનથી લાખો પક્ષીઓના મોત થતા હોય છે, ત્યારે રેડિએશનની વિપરીત અસર મનુષ્ય પર થતી હોય છે તે જાણી મને આ ફિલ્મથી પ્રેરણા મળી હતી. નિયોડીમિયમ મેગ્નેટથી બનેલી ચિપની કોઈ એક્સપાયરી ડેટ હોતી નથી અને તાપમાનની અસર થતી નથી તેમજ મેડ ઇન ઇન્ડિયા ચિપનો ઉપયોગ અનેક વર્ષો સુધી કરી શકાય છે એવું તેમણે ઉમેર્યું હતું.

ચિપનો ઉપયોગ કેવી રીતે કરવો :

ચિપની પાછળના ભાગે લગાવેલ પાતળી સફેદ પટ્ટીને દૂર કરી તેને મોબાઈલ, લેપટોપ અથવા અન્ય ઈલેક્ટ્રોનિક ઉપકરણોના પાછળના કેન્દ્રની ઉપર લગાવવામાં આવે છે. એમીટરથી તે ઉપકરણમાં રહેલ રેડિએશનની માત્રા જાણી શકાય છે.

ચિપના ફાયદા :

હાનિકારક કિરણોત્સર્ગ ઘટાડે છે, મોબાઈલની બેટરી લાઈફ વધારે છે, મોબાઈલ હીટિંગ, રેડિયેશન દ્વારા કેન્સર અને બ્રેઈન ટ્યુમરની શક્યતા ઘટાડવા સાથે રક્ત પરિભ્રમણમાં સુધારો લાવવામાં પણ ફાયદાકારક છે.

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *