
સુરત, 29 એપ્રિલ : સરદારધામ દ્વારા મિશન 2026 અંતર્ગત રાજ્ય સરકારના વાયબ્રન્ટ ગુજરાત સમકક્ષ દર બે વર્ષે ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ યોજવામાં આવે છે. વર્ષ 2018માં મહાત્મા મંદિર, ગાંધીનગર ખાતે તેમજ ૨૦૨૦માં હેલિપેડ એક્ઝિબિશન ગ્રાઉન્ડ, ગાંધીનગર ખાતે ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ યોજવામાં આવી હતી. જેની ભવ્ય સફળતા બાદ સુરતના સારસાણા ખાતે પણ સમિટ યોજાઈ છે. જેમાં 30 હજાર ચો.મી. વિસ્તારમાં 950 સ્ટોલ થકી 10 હજારથી વધુ ઉદ્યોગકારો ભાગ લઈ રહ્યાં છે. જેમાં આઈ.ટી. ફૂડ અને બેવરેજીસ, ફાર્માસ્યુટિકલ, ડેરી, કૃષિ, એન્જિનિયરીંગ, રબર, ડાયમંડ અને ટેક્ષટાઈલ સહિતના 15થી વધુ સેક્ટરનો સમાવેશ થાય છે. મહિલા ઉદ્યોગ સાહસિકો, કૃષિ અને ડેરી માટે એક્ઝિબિશન સ્ટોલમાં 50 ટકા રાહત આપવામાં આવી છે.
અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત