ભાવનગર : ભરતનગર બ્રહ્મ સમાજ દ્વારા આવતીકાલે થશે પરશુરામ જયંતીની ભવ્યાતિભવ્ય ઉજવણી

Uncategorized સ્થાનિક
Spread the love

ભાવનગર,2 મે : સનાતન ધર્મના અવતરણ સમયથી રાષ્ટ્ર અને સમાજને શાસ્ત્રો અને શસ્ત્ર વડે શિક્ષા આપનાર બ્રાહ્મણોના આરાધ્ય દેવ અને ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર એવા ભગવાન પરશુરામજીની જન્મજયંતી આગામી તા.3/5/2022ને અખાત્રીજ, મંગળવારના રોજ આવી રહી છે ત્યારે ભાવેણાના ભૂદેવો અભૂતપૂર્વ ઉત્સાહ સાથે પોતાના આરાધ્યદેવને બ્રહ્મ-વારસાના વૈદિક સંસ્કારો સાથે ભક્તિભાવ પૂર્વક ધામધૂમ સાથે પરશુરામજી જન્મ મહોત્સવને ઉજવવા તાડમાર તૈયારીઓમાં વ્યસ્ત બન્યા છે ભરતનગર ખાતે અતિ પૌરાણિક એવા ભવાની માતા મંદિર ખાતે ભરતનગર બ્રહ્મ સમાજના યજમાન પદે સમગ્ર ભાવેણાના ભૂદેવો ભારે ઉત્સાહ સાથે પરશુરામ જન્મ જયંતિ મહોત્સવ ઉજવવા થનગની રહ્યા છે ભા.જ.પા.ના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અને સંસદ ભારતી શિયાળ ભાવનગર પૂર્વના ધારાસભ્ય વિભાવરી દવે, તળાજાના ધારાસભ્ય કનુ બારૈયા, શહેર અધ્યક્ષ રાજીવ પંડ્યા, મેયર કીર્તિ દાણીધારીયા સહિતના મહાનુભાવોની વિશેષ ઉપસ્થિતિમાં સમગ્ર ભાવેણાના ભુદેવોનું સ્વાગત ભરતનગર પાઠશાળાના વરિષ્ઠ આચાર્ય રસિકદાદાના શિષ્યો એવા નાના નાના બ્રહ્મ સંસ્કાર પામેલા બટુક ભૂદેવો દ્વારા વૈદિક મંત્રોચ્ચાર સાથે સૌ ભુદેવોનું સ્વાગત થશે.સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા આશુતોષ વ્યાસ, ભાવિન ત્રિવેદી, અમિત ત્રિવેદી, કુંતલ ત્રિવેદી સહિતના અગ્રણીઓ ભારે જહેમત ઉઠાવી રહ્યા છે.

મંગળવારે સાંજે 6:30 કલાકે ભગવાન પરશુરામજી અને તેમના પ્રિય શસ્ત્ર “ફરશી”નું પૂજન ઉપસ્થિત ભૂદેવો દ્વારા કરવામાં આવશે, સાંજે 7 કલાકે ભગવાન પરશુરામજીની “મહા આરતી” ઉપસ્થિત મહેમાનો અને ભાવેણાના સૌ ભૂદેવો દ્વારા સામુહિક રીતે એક સાથે કરવામાં આવશે ત્યારે બાદ મહા પ્રસાદ અને સાંજે 7:30 કલાકે ભુદેવોના અતિપ્રિય એવા મહાદેવજીનો શિવ-દરબાર યોજાશે જેમાં ભગવાન શિવ અને માં ભવાનીના ભજનોની રમઝટ સુપ્રસિદ્ધ ગાયક અનિલ વાંકાણી , ધીરુ યાદવ, નરેન્દ્રસિંહ ઝાલા, રમેશભાઈ ભટ્ટી દ્વારા કરવામાં આવશે. સમગ્ર કાર્યક્રમ દરમ્યાન સાંજે 5 થી 8 દરમ્યાન સૌલ હોસ્પિટલના સહયોગથી ફ્રી મેડિકલ કેમ્પ રાખવામાં આવ્યો છે જેમાં બી.પી., ડાયાબીટીસ, બ્લડ ચેક સહિત તમામ રોગોનું ફ્રીમાં નિદાન કરી દવા આપવામાં આવશે સમગ્ર કાર્યક્રમ દિપી ઉઠે એ રીતે ભવ્યાતિભવ્ય આયોજન ભરતનગર બ્રહ્મસમાજ દ્વારા કરવામાં આવ્યું છે.

બ્રહ્મસમાજ મજબૂત બને, સંગઠિત બને, શ્રેષ્ઠ બને, એક બને નેક બને અને વૈદિક સંસ્કારો, સંસ્ક્રુતિના ઐતિહાસિક વારસા વડે માં ભારતીને પરમ વૈભવના શિખરે બિરાજમાન કરી રાષ્ટ્રનિર્માણ માં સહભાગી બને એ માટે ભરતનગર બ્રહ્મસમાજ કાર્ય કરી રહ્યો છે ત્યારે સમગ્ર કાર્યક્રમ સફળ બનાવવા છેલ્લા 15 દિવસથી અનેક સોસાયટીઓમાં ભુદેવોની ગ્રુપ મિટિંગો અને બેઠકો યીજવામાં આવી હતી, વિવિધ સોસાયટીઓ અને વિસ્તારોમાં પત્રિકા વિતરણ દ્વારા બ્રહ્મ જાગૃતિ અભિયાન ચલાવી ભુદેવોને ઘરે ઘરે નિમંત્રણ આપવામાં આવ્યા છે અનેક બેનરો સાથે વાતાવરણ કેસરિયુ બન્યું છે

સમગ્ર કાર્યક્રમ માટે ભુદેવોમાં અનેરો ઉત્સાહ પ્રવર્તી રહ્યો છે ત્યારે ભરતનગર બ્રહ્મ સમાજ દ્વારા સમગ્ર ભાવેણા ભુદેવોને વૈદિક પરંપરાના પહેરવેશ ધોતી-કફની અને તિલક સાથે કાર્યક્રમમાં પધારવા આમંત્રણ આપવામાં આવ્યું છે કાર્યક્રમને સફળ બનાવવા ભરતનગર બ્રહ્મસમાજ અને ભવાની મંદિરના સેવક સમુદાય જહેમત ઉઠાવી રહ્યો છે.

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *