સુરતમાં એચઆર યુથ કોન્કલેવ તેમજ મેગા જોબ ફેર માટે લોન્ચીંગ સેરેમનીનું આયોજન કરાયું

સ્થાનિક
Spread the love

સુરત : ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી, ભગવાન મહાવીર યુનિવર્સિટી અને અનુબંધમ, ગુજરાત સરકારના સંયુકત ઉપક્રમે સોમવાર, તા.2મે, 2022ના રોજ સવારે 9:30 થી બપોરે 2 દરમ્યાન વેસુ સ્થિત ભગવાન મહાવીર યુનિવર્સિટી ખાતે અડધા દિવસની એચઆર યુથ કોન્કલેવ તેમજ મેગા જોબ ફેર માટે લોન્ચીંગ સેરેમનીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મુખ્ય અતિથિ તેમજ કી–નોટ સ્પીકર તરીકે એલ એન્ડ ટીના વાઇસ પ્રેસિડેન્ટ એન્ડ ચીફ એડમિનિસ્ટ્રેટીવ ઓફિસર અતિક દેસાઇ ઉપસ્થિત રહયા હતા. તેમના હસ્તે જૂન– 2022 માં યોજાનાર મેગા જોબ ફેર માટે લોન્ચીંગ સેરેમનીનું ઉદ્‌ઘાટન કરવામાં આવ્યું હતું. આ કોન્કલેવમાં સિનિયર ટ્રેઇનર એન્ડ બિઝનેસ ગ્રોથ સ્ટ્રેટજીસ્ટ મૃણાલ શુકલએ ‘આંત્રપ્રિન્યોરશિપ ઇન એમ્પ્લોયમેન્ટ’ વિશે, જાણીતા કોચ એન્ડ એચઆર મેનેજમેન્ટ કન્સલ્ટન્ટ અસ્માની સુરવેએ ‘શોકેસ સ્માર્ટલી એટ કોર્પોરેટ ઇન્ટરવ્યૂઝ’ વિશે તથા શ્રી રામ કૃષ્ણ એકસપોર્ટ્‌સના ચીફ હયુમન કેપિટલ ઓફિસર ડો. નિરવ મંડિરે ‘મેક યોર માર્ક’ વિષય ઉપર વકતવ્ય રજૂ કર્યું હતું.

મુખ્ય અતિથિ તેમજ કી–નોટ સ્પીકર અતિક દેસાઇએ જણાવ્યું હતું કે, જીવનમાં કયારેય હાર્ડવર્ક વગર આગળ વધી શકાય નહીં. ફિલ્ડમાં આવ્યા બાદ જ ખરું શીખવાનું મળે છે. પરિસ્થિતિ ગમે તેવી વિપરીત હોય પણ લક્ષ્ય સુધી પહોંચવા પોતે જ રસ્તા શોધવા પડે છે. વિદ્યાર્થીઓને સંબોધતા તેમણે જણાવ્યું હતું કે, અહીં બેસેલી દરેક વ્યકિત પરફેકટ છે પણ તમારે વેલ્યુ એડીશન કરવાની જરૂર છે. તમે પોતાના માટે તો કોન્ટ્રીબ્યુટ કરો જ છો પણ સમાજ અને દેશ માટે પણ કોન્ટ્રીબ્યુશન આપશો તો આ દેશ પાછળ નહીં રહે. જીવનમાં હાર્ડવર્ક, સિન્સીયારિટી અને ટાઇમ મેનેજમેન્ટ હશે તો સફળ થશો. સમયની કદર કરશો તો તમારો સમય સારો રહેશે. તેમણે વિદ્યાર્થીઓને પીડીસીએ (પ્લાન, ડુ, ચેક અને એકટ)નું સુત્ર આપ્યું હતું. જીવનમાં આજિવન શીખતા રહેવાની સિસ્ટમ અપનાવવા સલાહ આપી હતી. પોતાની કિંમત તમને કરતા આવડવી જોઇએ તેમ તેમણે વિદ્યાર્થીઓને જણાવ્યું હતું.

મૃણાલ શુકલએ જણાવ્યું હતું કે, સુરતમાં કોર્પોરેટમાં સૌથી વધુ તક એમએસએમઇમાં છે. કંપનીઓને પહેલા વિશ્વાસુ, ભણેલા, ગણેલા અને અનુભવી કર્મચારીઓ જોઇતા હતા. પરંતુ હવે કંપનીઓને રિઝલ્ટ ઓરિએન્ટેડ વર્ક એટીટયુટવાળા કર્મચારીઓની જરૂર છે. 21મી સદીમાં કોર્પોરેટ કંપનીઓને ફીટેસ્ટ, ફાસ્ટેડ એન્ડ સ્પેશ્યાલિસ્ટ લોકોની જરૂર છે. એના માટે વિદ્યાર્થીઓ / કર્મચારીઓમાં નોલેજ, સ્કીલ અને એટીટયુટ જોઇએ. પોતાની જાતને સતત અપડેટ રાખવી પડશે અને આઉટ ઓફ બોકસ વિચારવું પડશે. પ્રો એકટીવ એપ્રોચ રાખવો પડશે. જો તમે પોતાને રોજ હરાવી શકો છો તો જ તમે જીતી શકશો.અસ્માની સુરવેએ વિદ્યાર્થીઓને કોર્પોરેટ ઇન્ટરન્યુની તૈયારી કઇ રીતે કરવી તે વિશે માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતુંં કે, હવે મેમરીને બદલે ડેટાનું મહત્વ વધ્યું છે. આથી ઇન્ટરવ્યુ દરમ્યાન પ્રેઝન્ટેશન કેવી રીતે કરવું ? તેના વિશે સમજણ આપી હતી. પોતાની જાતને ઓળખો અને જે કંપનીમાં ઇન્ટરવ્યુ માટે જાવ છો તેના વિશે પહેલા માહિતી મેળવવાની સલાહ આપી હતી. ડોકયુમેન્ટ પ્રેઝન્ટેશન, નોન વર્બલ કોમ્યુનિકેશન, નીટ કલીન એન્ડ હાઇજેનિક લુક, ઇમેજ ક્રિએશન અને બોડી લેંગ્વેજ વિશે વિસ્તૃત ચર્ચા કરી હતી. ઇન્ટરવ્યુ દરમ્યાન ઇમોશનને મેનેજ કરવાની સલાહ તેમણે આપી હતી.

ડો. નિરવ મંડિરે વિદ્યાર્થીઓને મલ્ટી ટાસ્કર બનવાની સલાહ આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, જે ફિલ્ડમાં કામ કરો છો તેમાં પોતાની જાતને સતત અપડેટ કરતા રહેવું જોઈએ. વર્ક પ્લેસ ઉપર ડિજીટલાઇઝેશન ઉપર ફોકસ કરવાનું તેમણે જણાવ્યું હતું. એન્વાયરમેન્ટ, સોશિયલ અને ગવર્નીંગ વિશે પ્રાધાન્ય આપી તેમણે વિદ્યાર્થીઓને લર્ન, અર્ન એન્ડ ચર્ન ટુગેધરનું સુત્ર આપ્યું હતું.

ચેમ્બરના પ્રેસિડેન્ટ ઇલેકટ હિમાંશુ બોડાવાલાએ પ્રાસંગિક પ્રવચન કર્યું હતું. ભગવાન મહાવીર યુનિવર્સિટીના પ્રોવોસ્ટ ડો. નિર્મલ શર્માએ સ્વાગત પ્રવચન કર્યું હતું. સુરતના ડિસ્ટ્રીકટ એમ્પ્લોયમેન્ટ ઓફિસર પારૂલ પટેલે જૂન– ર૦રર માં યોજાનાર મેગા જોબ ફેર વિશે માહિતી આપી હતી. જ્યારે ચેમ્બરના વાઇસ પ્રેસિડેન્ટ ઇલેકટ રમેશ વઘાસિયાએ મુખ્ય અતિથિ તેમજ કી–નોટ સ્પીકર અતિક દેસાઇનો પરિચય આપ્યો હતો. ભગવાન મહાવીર કોલેજ ઓફ મેનેજમેન્ટના આસિસ્ટન્ટ પ્રોફેસર નિકીતા અગરવાલે સમગ્ર કોન્કલેવનું સંચાલન કર્યું હતું. અંતે ભગવાન મહાવીર યુનિવર્સિટીના ડાયરેકટર કોર્પોરેટ અફેર્સ આશા દવેએ સર્વેનો આભાર માની કોન્કલેવનું સમાપન કર્યું હતું.

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *