
સુરત, 2 મે : શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજ રાજ્યકક્ષા સુરત દ્વારા તારીખ 3 મે 2022 ને મંગળવારના રોજ અખાત્રીજના દિવસે બ્રાહ્મણ કુળ શિરોમણી ભગવાન પરશુરામજીનો જન્મોત્સવ હોય આ પ્રસંગે ભગવાન પરશુરામજી ની ભવ્યાતિભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવેલ છે.

આ શોભાયાત્રા હરિહર મહાદેવ મંદિર,હંસ સોસાયટી,બરોડા પ્રિસ્ટેજ પાસે,વરાછા રોડ સુરત ખાતેથી બપોરે 3:30 કલાકે શરૂ થઈ વિવિધ વિસ્તારોમાં ફરી સિદ્ધ કુટીર મહાદેવ મંદિર પી.પી. સવાણી હોસ્પિટલની બાજુમાં વરાછા રોડ ખાતે સાંજે 7 કલાકે સમાપન થશે. જ્યાં મહાઆરતી કરવામાં આવશે.આ શોભાયાત્રામાં જોડાઈ યાત્રાને ભવ્ય બનાવવા સહુ ભૂદેવોને શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજ રાજ્યકક્ષા સુરત દ્વારા ભાવભર્યું નિમંત્રણપાઠવવામાં આવ્યું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે કોરોનાની મહામારીના કારણે છેલ્લા 2 વર્ષથી તમામ ધાર્મિક આયોજનો બંધ હતા. હવે, આ વર્ષે સાનુકૂળ પરિસ્થિતિ હોઈને સુરત સહિત સમગ્ર દેશમાં બ્રહ્નસમાજ દ્વારા ભગવાન શ્રી પરશુરામજીના જન્મોત્સવ નિમિત્તે ભૂદેવોમાં ભારે ઉત્સાહ પ્રવર્તી રહ્યો છે.સુરત શહેરમાં પણ બ્રહ્નસમાજની વિવિધ પાંખ દ્વારા વિવિધ વિસ્તારોમાં ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.
અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત