સુરત, 4 મે : સુરત શહેરના અડાજણ, પાલનપોર ખાતે આવેલી સંસ્કાર સમન્વય ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત સંસ્કાર સરિતા બાલભવન(ગુજરાતી માધ્યમ ધો.1 થી 5) અને શ્રી રામાનંદાચાર્ય સંસ્કાર સરિતા વિદ્યાભવન(ગુજરાતી માધ્યમ ધો.6 થી 8)ની ખાનગી પ્રાથમિક શાળાઓની માન્યતા નિયામક, પ્રાથમિક શિક્ષણ, પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરી, ગાંધીનગર દ્વારા શૈક્ષણિક વર્ષ-2022-23થી રદ્દ કરવામાં આવી છે. જેથી સબંધિત વાલીઓએ આગામી સત્રથી આ બે શાળાઓમાં પ્રવેશ ન લેવા તથા અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓએ એલ.સી. કઢાવી અન્યત્ર શાળામાં પ્રવેશ મેળવી લેવો. જો કોઈ વિદ્યાર્થી આગામી સત્રમાં પ્રવેશ મેળવશે, અને કોઈ સમસ્યા ઉપસ્થિત થશે તો તેની સંપૂર્ણ જવાબદારી વાલી/વિદ્યાર્થીની રહેશે એમ જિલ્લા શિક્ષણધિકારી, સુરત દ્વારા જણાવવામાં આવ્યું છે.
અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત