
સુરત, 4 મે : શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજ રાજ્યકક્ષા સુરત દ્વારા તારીખ 3 મે 2022 ને મંગળવાર ના રોજ અખાત્રીજના દિવસે બ્રાહ્મણ કુળ શિરોમણી ભગવાન પરશુરામજી નો જન્મદિવસ હોય આ પ્રસંગે ભગવાન પરશુરામજીની ભવ્યાતિભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમા સાધુ સમાજ તેમજ વિવિધ રાજકીય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત આ રેલીનુ સમસ્ત પાટીદારસમાજ,આહીર સમાજ, કોળીસમાજ,ભરવાડ સમાજ વગેરે દ્વારા ભવ્ય સ્વાગત કરવામા આવ્યુ હતુ . વેશભૂષા અને પરીધાન તેમજ કરાટે અને લાઠીદાવ આ યાત્રાના મુખ્યઆકર્ષણ રહ્યા હતા

આ શોભાયાત્રા હરિહર મહાદેવ મંદિર,હંસ સોસાયટી,બરોડા પ્રિસ્ટેજ પાસે,વરાછા રોડ સુરત ખાતેથી બપોરે યાત્રા 3:30 કલાકે શરૂ કરી ,મીની બજાર, હીરાબાગ,બરોડાપ્રિસ્ટેજ થઈ ને સિધ્ધ કુટીર મંદિરે યાત્રા સમાપન થયેલ, દક્ષિણઝોન બ્રહ્મ સમાજ ના પ્રભારી ગિરીશ ત્રિવેદી એ સ્વાગત પ્રવચન કર્યું હતું.જ્યાં ધર્મસભા નુ આયોજન કરવામાં આવ્યું હતુ ,સંતો મહંતો એ ઉપસ્થિત રહી સમાજ ને આશિર્વચન આપ્યા હતા , રાજકીય તેમજ સામાજિક આગેવાનો તેમજ ઉપસ્થિત તમામ લોકો એ દાદા ની મહાઆરતી કરી હતી .અનેક રંગારંગ કાર્યક્રમો નુ સુંદર આયોજન થયેલ.અંતે ભોજન પ્રસાદ લઈ કાર્યક્રમ નુ સમાપન થયું હતું.સમાજ ના મહિલા પ્રમુખ પ્રતિભા દેસાઈએ આભાર વિધી કરી હતી.સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા યુવા પ્રમુખ ભાર્ગવ જાની અને ટીમ દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી.

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત