
સુરત, 5 મે : પોલીસ મહાનિરીક્ષક સ્ટેટ ઈન્ટેલીજન્સ બ્યુરો, ગાંધીનગરના પત્ર અનુસાર સુરત જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં આવેલા પાવર સ્ટેશનો, ગેસ સ્ટેશનો, ધાર્મિક સ્થળો, કંપનીઓના મથકો, બ્રિજ જેવા 65 જેટલા ક્રિટીકલ સ્ટ્રેટેજીકલ મહત્વ ધરાવતા સ્થળોને રેડ ઝોન, યલો ઝોન કે ગ્રીન ઝોનમાં વિભાજીત કરવામાં આવ્યા છે. જે અનુસાર સુરત જિલ્લાના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ વાય. બી. ઝાલાએ એક જાહેરનામા દ્વારા જિલ્લામાં 29 જેટલા રેડ તથા 36 યલો સ્થળોને જાહેર કરવામાં આવ્યા છે. જેથી આ સ્થળોની નિયંત્રિત વિસ્તારોમાં ડ્રોન ઉડાડવા પર પ્રતિબંધ રહેશે. આ જાહેરનામુ 28 જૂન-2022 સુધી અમલમાં રહેશે. હુકમનો ભંગ કરનાર વ્યકિત શિક્ષાને પાત્ર થશે.
અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત