ડો. લક્ષ્મી વેણુએ સુંદરમ-ક્લેટન લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટરનો હોદ્દો સંભાળ્યો

સ્થાનિક
Spread the love

ચેન્નાઈ, 6 મે,2022 : ભારતની અગ્રણી ઓટો કમ્પોનેન્ટ ઉત્પાદક કંપનીઓ પૈકીની એક સુંદરમ-ક્લેટન લિમિટેડ (એસસીએલ)ના બોર્ડની બેઠક આજે યોજાઈ હતી, જેમાં ડો. લક્ષ્મી વેણુએ મેનેજિંગ ડિરેક્ટર તરીકેનો ચાર્જ સંભાળ્યો હતો. તેઓ સુંદરમ ક્લેટનના જોઇન્ટ મેનેજિંગ ડિરેક્ટર હતા.
ડો. લક્ષ્મી વેણુ એક દાયકાથી વધારે સમયથી આત્મવિશ્વાસ સાથે મોખરે રહીને સુંદરમ ક્લેટનનું નેતૃત્વ કરે છે. તેઓ મુખ્યત્વે સુંદરમ ક્લેટનની આંતરરાષ્ટ્રીય કામગીરી સ્થાપિત કરવા માટે જવાબદાર છે. વર્ષ 2019માં ત્રણ વર્ષ અગાઉ અમેરિકામાં સાઉથ કેરોલિનાના ડોર્શેસ્ટરમાં ફાઉન્ડ્રી સ્થાપિત કરવાનો તેમનો નિર્ણય લગભગ દીર્ઘદ્રષ્ટિયુક્ત પુરવાર થયો છે, કારણ કે અમેરિકાના મોટા ભાગના ગ્રાહકો પુરવઠાની સાંકળનું જોખમ ઘટાડવા અને કાર્બનનું ઉત્સર્જન ઓછું કરવા ઓન-શોર ફાઉન્ડ્રી યુનિટ માટે આતુર હતા.તેમણે સુંદરમ ક્લેટનની કાયાપલટ કરીને તેને દુનિયામાં સ્પર્ધાત્મક ફાઉન્ડ્રી બનાવી છે તથા ક્યુમિન્સ, હુન્ડાઈ, વોલ્વો, પક્કાર અને ડેમ્લર જેવા ગ્રાહકો સાથે ગાઢ સંબંધ સ્થાપિત કર્યો છે.
સુંદરમ-ક્લેટનના ચેરમેન આર ગોપાલને કહ્યું હતું કે,“લક્ષ્મી ગ્રાહકની ઊંડી સમજણ ધરાવે છે અને આંતરરાષ્ટ્રીય ગ્રાહકો સાથે મજબૂત સંબંધ સ્થાપિત કર્યો છે. તેમણે સ્પર્ધાત્મક લાભ લેવા આંતરરાષ્ટ્રીય કામગીરીની સફળ વ્યૂહરચના બનાવી છે. મને ખાતરી છે કે, તેઓ સુંદરમ-ક્લેટનને આંતરરાષ્ટ્રીય સ્તરની ઓટો ઘટક ઉત્પાદક બનાવવા પરિવર્તન કરવાનું જાળવી રાખીશું.”
સુંદરમ-ક્લેટનની ઓડિટ કમિટીના ચેરમેન એડમિરલ પી જે જેકોબ (નિવૃત્ત)એ કહ્યું હતું કે,“લક્ષ્મી વેણુને સુંદરમ ક્લેટનમાં મેનેજિંગ ડિરેક્ટર તરીકે પ્રમોટ કરવાનો નિર્ણય કંપનીની વૃદ્ધિમાં, ખાસ કરીને અતિ મુશ્કેલ સ્થિતિસંજોગો દરમિયાન કંપનીના વિકાસમાં તેમના અમૂલ્ય પ્રદાનને અનુરૂપ છે. તેમણે શોપ ફ્લોરથી કંપનીના સર્વોચ્ચ હોદ્દા સુધી પહોંચવા ઘણી મહેનત કરી છે. તેઓ કંપનીને નવી ઊંચાઈએ લઈ જશે એવી શુભકામના પાઠવું છું.”
સુંદરમ-ક્લેટનના સ્થાયી ચેરમેન વેણુ શ્રીનિવાસને કહ્યું હતું કે,“છેલ્લાં 10 વર્ષમાં લક્ષ્મીની એકાગ્રતા અને સમર્પિત પ્રયાસોએ ગુણવત્તા, નફાકારકતા અને વિવિધ ઓઇએમ કંપનીઓ સાથે સંબંધોનું નિર્માણ કરીને કંપનીની કાયાપલટ કરી છે. તેમણે અમેરિકામાં અમારી કામગીરી સ્થાપિત કરવામાં ચાવીરૂપ ભૂમિકા ભજવી છે, જેણે તાજેતરમાં કામગીરી શરૂ કરી છે. અમને વિશ્વાસ છે કે, પોતાની લીડરશિપ હેઠળ સુંદરમ-ક્લેટન આંતરરાષ્ટ્રીય સ્તરે વિકાસ કરશે.”
એમડીનું પદ સ્વીકારતાં સુંદરમ-ક્લેટનના મેનેજિંગ ડિરેક્ટર ડો. લક્ષ્મી વેણુએ કહ્યું હતું કે,“સુંદરમ ક્લેટનને વૃદ્ધિના આગામી તબક્કામાં લઈ જવી ખરેખર સન્માનની વાત છે. દુનિયા અતિ ઝડપથી બદલાઈ રહી છે અને ઓટોમોટિવ ઉદ્યોગમાં પરિવર્તન સ્વાભાવિક બની ગયું છે. ભવિષ્ય આશાસ્પદ, રોમાંચક, પડકારજનક છે અને વર્તમાન નવી તકો પ્રસ્તુત કરે છે. અમે ઉત્કૃષ્ટ ટીમ ધરાવીએ છીએ તથા સંયુક્તપણે અમે ભારત અને દુનિયા એમ બંનેમાં સુંદરમ ક્લેટનને મજબૂત કરવા આતુર છીએ. મને આશા છે કે, શેરધારકો, બોર્ડ ઓફ ડિરેક્ટર્સ, કર્મચારીઓ અને કંપનીના મેનેજમેન્ટે મારી ક્ષમતામાં મૂકેલી અપેક્ષાઓ પૂરી કરીશ. હું કાયમી ચેરમેન વેણુ શ્રીનિવાસન અને ચેરમેન આર ગોપાલન પાસેથી પ્રાપ્ત થયેલા માર્ગદર્શન બદલ તેમની આભારી છું, જેઓ હંમેશા અમારા માટે પથપ્રદર્શક રહેશે.”

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *