‘આપ’ ના નેતાઓ પર ભાજપા દ્વારા આયોજનબદ્ધ રીતે, હુમલો કરવામાં આવ્યો : આપ ના આક્ષેપો

સ્થાનિક
Spread the love

સુરત, 8 મે : સુરત શહેરમાં આમ આદમી પાર્ટી અને ભાજપા વચ્ચે વિધાનસભાની ચૂંટણી પૂર્વે હવે ગજગ્રાહ દિન પ્રતિ દિન વધી રહ્યો છે ત્યારે ‘આપ’ ના નેતાઓ પર ભાજપા દ્વારા આયોજનબદ્ધ રીતે હુમલો કરવામાં આવ્યો હોવાના આક્ષેપો આમ આદમી પાર્ટી દ્વારા કરવામાં આવ્યા છે.
આમ આદમી પાર્ટી દ્વારા આપવામાં આવેલી પ્રેસ વિજ્ઞપ્તિ અનુસાર આમ આદમી પાર્ટી દ્વારા આયોજિત જન સંવાદ કાર્યક્રમમાં ભાગ લઈને પરત ફરી રહેલા AAP ગુજરાત પ્રદેશ સંગઠન મંત્રી રામ ધડુક, પ્રદેશ સહમંત્રી રાજેન્દ્ર વસાણી, આકાશ ઈટાલિયા સહિત 7 આગેવાનો પર 25-30 બીજેપીના ગુંડાઓએ વાલમ નગર સીમાડા નાકા પર હુમલો કર્યો હતો.આમ આદમી પાર્ટીના નેતાઓની બેરહેમીથી મારપીટ કરવામાં આવી છે. જેમાં રામ ધડુક, રાજેન્દ્ર વસાણી અને આકાશ ઈટાલીયા ગંભીર રીતે ઘાયલ થયા હતા. આ આયોજનબદ્ધ હુમલા બાદ આમ આદમી પાર્ટીના ઘાયલ નેતાઓ અને કાર્યકરો સરથાણા પોલીસ સ્ટેશન પહોંચ્યા અને સમગ્ર ઘટનાની જાણકારી આપવામાં આવી.

આમ આદમી પાર્ટીના રાજ્ય સંગઠન મંત્રી રામ ધડુકે સરથાણાના પીઆઈ એમ કે ગુર્જરને જણાવ્યું કે, આમ આદમી પાર્ટીના નેતાઓ પરનો હુમલો એક આયોજનબદ્ધ હુમલો હતો. જેમાં કામરેજ વિધાનસભાના ભાજપના પ્રભારી દિનેશ દેસાઈ સહિત કલ્પેશ દેવાણી, વિક્રમ રબારી સહિત 25-30 પદાધિકારી /કાર્યકર્તાઓ સામેલ હતા. ભાજપના ગુંડાઓએ અમારો રસ્તો રોક્યો અને અમારી સાથે ગુંડાગીરી કરી હતી.થોડી જ વારમાં ભાજપના 25-30 ગુંડાઓ ત્યાં આવી પહોંચ્યા અને બેલ્ટ, લાકડીઓ અને મુક્કાથી આમ આદમી પાર્ટીના નેતાઓ પર હુમલો કર્યો. આ હુમલાની સાથે જ ભાજપના ગુંડાઓએ અમને ગાળો પણ આપી હતી અને ધમકી આપી હતી કે, જો તમે લોકો આગામી સમયમાં પ્રચાર કરવા નીકળશો તો તમને જાનથી મારી નાખીશું.

આપ ના નેતાઓ/કાયઁકરો પર હુમલો કર્યા બાદ હુમલાખોરો દિનેશ દેસાઈ અને કલ્પેશ દેવાણી સહિતની આખી ટોળકી કામરેજના ધારાસભ્ય વી.ડી.ઝાલાવડિયાની ઓફિસમાં જઈને આશરો લઇને બેઠા હતા, તે તેમના CCTV ફૂટેજમાં સ્પષ્ટ દેખાય છે. આ તમામ ભાજપના ગુંડાઓ ક્યાં બેઠા છે તેની સંપૂર્ણ માહિતી પોલીસ પાસે હોવા છતાં અને CCTV માં સ્પષ્ટ દેખાતા હોવા છતાં પોલીસ આ ગુંડાઓ સામે કાર્યવાહી કરવામાં ડરે છે. આ ઉપરાંત ધારી તાલુકામાં આમ આદમી પાર્ટીના તાલુકા પ્રમુખ જીતુ ગજેરા પર પણ ભાજપના ગુંડાઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો છે.આમ આદમી પાર્ટીની માંગ છે કે પોલીસ વહેલી તકે ભાજપના તમામ ગુંડાઓ સામે કડક કાર્યવાહી કરે અને તેમને જેલમાં મોકલે.

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *