
સુરત, 7 મે : નાઈન કલર ઈવેન્ટ દ્વારા આયોજિત ગુજરાતનું ટોપ મોડલ્સ (સીઝન 3) અંતર્ગત મિસ્ટર, મિસ, મિસિસ અને કિડ્સ 2022 ના કાર્યક્રમમાં ક્રાઉન લૌન્ચિંગ સેરેમની યોજઈ હતી.જાણીતી એન્કર સિમરન આહુજાના હસ્તે ક્રાઉન લોન્ચિંગ સેરેમની કરવામાં આવી હતી.આ પ્રસંગે મોડેલિંગના ક્ષેત્રે રસ ધરાવતા યુવકો-યુવતીઓ, બાળકો સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.

બોલિવૂડની સેલિબ્રિટી –“સોનાલી સેગલ” 29 મે એ યોજાનાર ફિનાલે માં ખાસ સેલિબ્રિટી ગેસ્ટ તરીકે હાજરી આપશે સોનાલી પ્યાર કા પંચ નામા, પ્યાર કા પંચ નામા ટુ, સોનુ કે ટીટુ કી સ્વીટી, વેડિંગ પુલાવ, સેટર્સ, જય મમ્મી દી, હાઈ જેક)માં પોતાનો કિરદાર નિભાવી ચુકી છે

આ ઈવેન્ટમાં સમગ્ર ગુજરાતમાંથી (3 થી 60 વર્ષના દરેકે ભાગ લીધો છે)…150+ મોડલ એક સ્થળ પર આવવાના છે. ગુજરાતની તમામ જાણીતી હસ્તીઓ સામેલ છે. પ્રોફેશનલ મેકઅપ આર્ટિસ્ટ, ડિઝાઇનર, બ્લોગર, પ્રભાવક, મીડિયા, કલાકાર, અભિનેતા અને અભિનેત્રી, સ્ટાઇલિશ અને બીજા ઘણા બધા આ ઇવેન્ટનો ભાગ બનવાના છે. દરેકને રેમ્પ પર તેમની પ્રતિભા દર્શાવવા માટે સ્ટેજ આપવામાં આવશે. હતા, તેમનો અલગ અલગ રાઉન્ડ અને ફોટોશૂટ રાઉન્ડ હશે. આ ઈવેન્ટનું મેગેઝિન પણ લોન્ચ થવા જઈ રહ્યું છે

આજે આ ઇવેન્ટનું ક્રાઉન લોન્ચિંગ સિમરન આહુજાને હસ્તે કરવામાં આવ્યું હતું.સેલિબ્રિટી ગેસ્ટ તરીકે તાજનું પ્રદર્શન કરવા કારગીલ ચોક પીપલોદ સ્થિત મિસ્ટર રેસ્ટ્રોના ખાતે આ કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો.જેમાં, સુરતની તમામ પ્રખ્યાત હસ્તીઓ સામેલ થઈ હતી.આ સમગ્ર ઇવેન્ટને સફળ બનાવવા શ્યામ પટેલ, રાજ પટેલ અને નાઈન કલર ઈવેન્ટની સમગ્ર ટીમે ભારે જહેમત ઉઠાવી હતી.

આ પ્રસંગે સિમરન આહુજાએ આયોજિત પત્રકાર પરિષદમાં મોડેલિંગની દુનિયા સાથેના વિવિધ વિષયો પર તલસ્પર્શી માહિતી આપી હતી.આ તબક્કે તેણે દેશના પીએમ દ્વારા યુવાઓને આપવામાં આવતા પ્રોત્સાહન અંગે ખુશી વ્યક્ત કરી હતી.તેમજ ગુજરાતી સંસ્કૃતિ અને ખાસ કરીને સુરતીઓના અલગ મિજાજની પ્રશંસા કરી હતી.તેમણે નાઈન કલર ઈવેન્ટના આયોજકોને આ પ્રકારના આયોજન બદલ અભિનંદન પાઠવ્યા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે આ નાઈન કલર ઈવેન્ટ દ્વારા પીપલોદ ખાતે આર્ટ ગેલેરીનું પણ નિર્માણ કરવામાં આવ્યું છે.જેમાં નવોદિત કલાકારોને તેમની પ્રતિભાનો પરિચય આપવા બહોળી તક આપવામાં આવે છે.તેમની આ પ્રકારની કામગીરીને કારણે નાઈન કલર ઈવેન્ટ ટૂંકા સમયમાં જ યુવાજગતમાં ખુબ જ લોકપ્રિય બની છે.

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત