સુરત : ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે 400 ગંગાસ્વરૂપ બહેનોને અનાજ કીટનું વિતરણ કરાયું

સ્થાનિક
Spread the love

સુરત, 8 મે : ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે ભારતીય જનતા પાર્ટી દ્વારા આયોજિત અને ‘ મધર્સ ડે’ ના શુભ નિમિતે સુરતમાં ભટાર-અલથાણ રોડ, સોહમ સર્કલ પાસે અલથાણ કોમ્યુનિટી હોલ ખાતે અંદાજિત 400 ગંગાસ્વરૂપ બહેનોને અનાજ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.

મંત્રીએ ગંગાસ્વરૂપ બહેનોને કીટ વિતરણ કરતા જણાવ્યું હતું કે, આજનો ‘મધર્સ ડે’ નો દિવસ વિશ્વભરમાં પોતાની માતાને સમર્પિત કરીને ઉજવવામાં આવે છે. આ મહત્વપૂર્ણ દિવસે પુત્રો અને પુત્રીઓ પોતાના શક્ય એટલા પ્રયાસ દ્વારા માતાના ચેહરા પર ખુશી લાવવાનો પ્રયાસ કરે છે. ત્યારે સૌ કાર્યકર્તાઓ ગંગા સ્વરૂપા અને નિરાધાર બહેનોના દીકરા અને દીકરી બનીને અનાજ કીટ વિતરણ કરી તેમના ચેહરા પર ખુશી લાવવા પ્રયાસ કર્યો છે. સંગઠનના કાર્યકર્તાઓ વૃદ્ધાશ્રમમાં રહેતા નિરાધાર માતા-પિતા ખુશીનો લાગણી અનુભવે તે માટે હંમેશા સાથે અને સતત પ્રયત્નશીલ છે અને તેમના જીવનના સુખ દુઃખના સમયે સાથ આપવાનો સંકલ્પ કરીએ છીએ. ઘણી વખત દીકરા જીવનમાં સફળતા મેળવ્યા બાદ માતા-પિતાએ આપેલા ભોગને ભૂલીને તિરસ્કાર કરતા હોય છે જે અક્ષમ્ય છે. સંગઠનના કાર્યકર્તા તેમના દીકરાને મળી-સમજાવી તેમ થતું અટકાવવા અને બહેનો, માતાઓ અને વૃદ્ધોની સમસ્યાના નિરાકરણ માટે સતત પ્રયત્નશીલ રહેવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *