
સુરત,9 મે : રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા વ્યક્તિ નિર્માણથી રાષ્ટ્રનિર્માણના ભાવ સાથે, ભારતમાં વિવિધ સ્થાનો ઉપર ચયનિત કાર્યકર્તા માટે 20 દિવસીય વર્ગનું આયોજન થતું હોય છે. જે અંતર્ગત દક્ષિણ ગુજરાતનો (નડીયાદ થી વાપી) વર્ગનો સુરતના પાસોદરા સ્થિત જે.બી. ડાયમંડ વિદ્યાસંકુલમાં શુભારંભ થયોછે.

આ વર્ગ દિનાંક 8 થી 29 મે 2022 સુધી ચાલવાનો છે. જેમાં દિનચર્યા મુજબ સવારે 4:15 થી રાત્રિના 10:15 સુધી શારીરિક, બૌધિક તેમજ સેવાના વિવિધ વિષયોનું પ્રશિક્ષણ મેળવશે.

પ્રથમ વર્ષના વર્ગના ઉદ્ઘાટન સત્રમાં સંત વિષ્ણુ પ્રકાશ સ્વામી (કલાકુંજ મંદિર) ખાસ ઉપસ્થિત રહી આશિર્વચન આપ્યા હતા. સાથે વર્ગના માનનીય વર્ગાઅધિકારી ડો. વસંત ગામીત, વર્ગ કાર્યવાહ મનસુખભાઈ ઉપસ્થિત રહ્યા હતા.

આ સાથે પરિસરમાં સામાજિક સમરસતા, ગૌ, પર્યાવરણ, આપણા વેદ પુરાણ સાહિત્યની પ્રદર્શનીનું ઉદ્ઘાટન સંકુલના પ્રિન્સિપાલના હસ્તે કરવામાં આવ્યું હતું. આ વર્ગ સમગ્ર દક્ષિણ ગુજરાત માંથી 301 શિક્ષાર્થી ભાગ લઈ રહ્યા છે. જેમાં ડોક્ટર, વકીલ, CA, ખેડૂત અને કોલેજીયન વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે.

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત