સુરત, 9 મે : સુરત શહેરની એક ગારમેન્ટ ફેક્ટરીમાં લાંબા સમયથી નોકરી કરતી શ્રમજીવી મહિલાને થોડા દિવસ પહેલા કોઈપણ ભુલ વગર નોકરીમાંથી બરતરફ કરવામાં આવી હતી. જયારે બાકીનું વેતન પણ ન મળતા મહિલાએ અભયમ રેસ્કયુ ટીમનો સંપર્ક કરતા અભયમ ટીમે મહિલાને પરત નોકરી અપાવી હતી.

સુરતની એક ગારમેન્ટ ફેક્ટરીમાં કામ કરતા સરલાદેવી(નામ બદલ્યું છે)ને કોઇપણ કારણ આપ્યા વિના કામ પરથી બરતરફ કરી વેતન આપવાનો પણ ઇન્કાર કરી દેવાયો હતો. અનેક વાર કંપનીના ધક્કા ખાવા છતાં પરિણમ ન મળતા અંતે સરલાદેવીએ કંટાળીને મદદ માટે 181 મહિલા હેલ્પ લાઇનનો સંપર્ક કર્યો હતો. જેથી ઉમરા વિસ્તારની અભયમ રેસ્કક્યું ટીમે તાત્કાલિક કંપનીમાં પહોચી મેનેજરને પૂછપરછ કરી કામદારને હેરાન કરવું એ કંપની એક્ટ હેઠળ ગુનો બને છે તેમ સમજાવ્યું હતું. જેના પરિણામે મેનેજરે સરલાદેવીને કામ પર પરત લઇ તેમણે બાકીનું વેતન પણ ચૂકવી આપવા સહમત થયા હતા. અભયમ ટીમે મેનેજરને કોઈ નક્કર કારણ વગર હેરાનગતી ન કરવાની તાકીદ કરી હતી. આ સાથે અભયમની ટીમે કરેલી અસરકારક મદદ બદલ સરલાદેવીએ ટીમનો માનપૂર્વક આભાર માન્યો હતો.
અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત