સુરત રેલવે સ્ટેશન પરથી 3 મહિલા સહિત 6 બાંગલાદેશી ઘુષણખોરો ઝડપાયા

સ્થાનિક
Spread the love

સુરત, 10 મે : સમગ્ર ભારતમાં આજે કોઈ મોટો પ્રશ્ન હોય તો તે છે દેશની બહારથી અને ખાસ કરીને ઘુષણખોરી કરીને આવતા બાંગ્લાદેશી ઘુષણખોરોનો.આવા ઘુષણખોરો ભારતમાં ઘૂસીને ડુપ્લીકેટ આધારકાર્ડ પણ બનાવી લે છે અને રાષ્ટ્રીય સુરક્ષા પર મોટો ખતરો ઉભો કરી રહ્યા છે.સુરત શહેરના રેલવે સ્ટેશન પર રેલવે પોલીસે તેના પેટ્રોલિંગ દરમિયાન શંકાસ્પદ દેખાતા પુરુષો અને મહિલાઓની પૂછપરછ કરતા આ 6 લોકો બાંગ્લાદેશથી આવ્યા હોવાનું જણાવતા પોલીસ ચોકી ઉઠી હતી.આ તમામ પાસે પાસપોર્ટ કે વિઝા મળી આવ્યા ના હતા અને તેઓ ભારતમાં ગેરકાયદેસર રીતે ઘુષણખોરી કરીને આવ્યા હોવાનું તેમણે કબલ્યું હતું.પોલીસે આ તમામની અટકાયત કરીને આકરી પૂછપરછ શરૂ કરી છે.

સુરત રેલવે પોલીસના સૂત્રો પાસેથી મળેલી જાણકારી મુજબ પેટ્રોલિંગ દરમિયાન ઝપાયેલા આ 6 લોકોમાં 3 મહિયાળાનો સમાવેશ થાય છે.પાસપોર્ટ અને વિઝા વિનાના મૂળ બાંગ્લાદેશી પરવેજ આઈબા મીરડા, નયોન મોસીયર મૌલા, બીસ્ટી અખ્તર આફતર સોરદાર, ફાતેમા ખાનુંન અનવર મૌલા, તથા ફરઝાન ઉર્ફે બીઠી રૂકોલ ફોરાજીને ઝડપી પાડી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.પોલીસ તપાસમાં આ બાંગ્લાદેશી નાગરિકોનું ખોટુ આધાર કાર્ડ પણ બન્યું હોવાનું બહાર આવ્યું છે.પોલીસે બારડોલી ઉપલીબજાર પાસે રહેતા અને ખોટું આધાર કાર્ડ બનાવનાર જાબીર ફિરોજ પટેલની પણ ધરપકડ કરી છે અને આ પ્રકરણમાં ખોટા દસ્તાવેજ તૈયાર કરનાર અન્ય ચાર લોકોને પોલીસે વોન્ટેડ જાહેર કર્યા છે.ઝડપાયેલા 6 બાંગ્લાદેશી પૈકી જે 3 મહિલાઓ ઝડપાઇ છે તેઓને પાર્લરમાં 25 હજારનો પગાર આપવાના બહાને અહી લાવવામાં આવી હતી.આ મહિલાઓને દેહ વ્યાપારમાં ધકેલવા પણ લાવવામાં આવ્યા હોવાની સંભાવના છે.જોકે, આ ગેરકાયદે બાંગ્લાદેશીઓને અહીં લાવવામાં કોઈ મોટું રેકેટ છે કે કેમ ? તેમજ આ રેકેટમાં કોણ કોણ શામેલ છે તે અંગે હાલ પોલીસે ઝીણવટભરી તાપસ આદરી છે.

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *