
સુરત, 11 મે : સુરત સિવિલ હોસ્પિટલની કિડની બિલ્ડિંગ ખાતે નર્સિંગ એસોસિએશન દ્વારા 12મી મે ‘આંતરરાષ્ટ્રીય નર્સ ડે’ ઉજવણીના ભાગરૂપે નર્સીગ બહેનોનું સન્માન કરીને ઉજવણી કરવામાં આવી હતી. નવી સિવિલ હોસ્પિટલમાં કોરોના કપરા સમયગાળા દરમિયાન રાતદિન ખડેપગે ફરજ બજાવીને પોતાના કામને પ્રાધાન્ય આપતી નર્સોને ફુલોથી વધાવી સન્માન કરાયું હતું.

નર્સિંગ સ્ટાફ દ્વારા વિશ્વની પ્રથમ નર્સ ફલોરેન્સ નાઇટિંગલના જન્મદિવસને આંતરરાષ્ટ્રીય નર્સિસ ડે તરીકે એટલે ઈન્ટરનેશનલ નર્સ ડે. જેનો સબંધ 200 વર્ષ પૂર્વે 12 મે,1820માં જન્મ લેનારી ફ્લોરેન્સ નાઈટિંગેલ સાથે સંકળાયેલો છે. જેમણે માનવ સેવાને નર્સિંગ સાથે જોડીને નર્સિંગને નવી ઓળખ અપાવી. ફ્લોરેન્સને ‘લેડી વિથ લેમ્પ‘ કહેવામાં આવે છે. નર્સિંગ ક્ષેત્રમાં શ્રેષ્ઠ યોગદાન આપનાર નર્સોને નાઈટિંગેલ પુરસ્કારથી સમ્માનિત કરવામાં આવે છે. વર્ષ 2020માં ઈન્ટરનેશનલ યર ઓફ નર્સ એન્ડ મિડવાઈફ તરીકે મનાવવામાં આવ્યું હતું.

આ અવસરે સિવિલની નર્સીગ સ્ટાફગણે કેક કાપી ફુગ્ગાઓ ઉડાડી શાંતિ સંદેશ આપ્યો હતો. ઉપરાંત માતા અને બાળકોના મૃત્યુ દર ઘટાડવા બાળકોના વોર્ડમાં ગાયનેક વોર્ડમાં નર્સિંગ સ્ટાફ તરીકે ફરજ બજાવતી નર્સ બહેનોને સન્માનિત કરવામાં આવી હતી.

‘આંતરરાષ્ટ્રીય નર્સ ડે’ દર વર્ષે 12 મેના રોજ ઉજવણી કરવામાં આવે છે. ઈ.સ. 1820માં ફ્લોરેન્સ નાઇટિંગલના જન્મની યાદમાં ઉજવણી થાય છે. જેને આધુનિક નર્સિગના પાયા તરીકે લેડી વિથ ધ લેમ્પ’ તરીકે ઓળખવામાં આવે છે. નર્સ એ કોઈ પણ હોસ્પિટલનું હદય છે અને કોઈ પણ હોસ્પિટલ કે ડોક્ટર તેમની હાજરી વિના સફળતાપૂર્વક કાર્ય કરી શકતા નથી. કોરોનાની પરિસ્થિતિમાં નર્સિગ સ્ટાફ સેવાપરાયણતાના ભાવ સાથે પરિવારની ચિંતા કર્યા વિના પોતાની ફરજ બજાવી હતી. આવી કોરોના વોરિયર્સ નર્સ બહેનોનો ઉત્સાહ વધારવા માટે સિવિલ હોસ્પિટલમાં આંતરરાષ્ટ્રીય નર્સિસ દિવસની આનંદ અને ઉલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી.

આ પ્રસંગે સ્થાયી સમિતિના ચેરમેન પરેશ પટેલ, મેડીકલ સુપ્રિન્ટેન્ડન્ટ ડો.ગણેશ ગોવેકર, આર.એમ.ઓ.ડો. કેતન નાયક તથા ડો.ઓમકાર ચૌધરી, નર્સિંગ સુપ્રિન્ટેન્ડન્ટ લીલા ગામીત, સરકારી નર્સિંગ કોલેજના આચાર્ય ડો. ઇન્દ્રાવતી રાવ, ગુજરાત નર્સિંગ કાઉન્સિલના ઉપપ્રમુખ ઈકબાલ કડીવાલા, નર્સિંગ એસોસિએશનના સેક્રેટરી કિરણ દોમડીયા, અશ્વિન પંડ્યા તેમજ હેડનર્સ, સ્ટાફનર્સ સહિત સ્થાનિક નર્સિંગ એસો. ટીમના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત