ઓલપાડ તાલુકાના 7 ગામોના 10.69 કરોડના વિવિધ વિકાસકામોનું કૃષિ રાજ્યમંત્રીના હસ્તે ખાતમુહૂર્ત કરાયું

સ્થાનિક
Spread the love

સુરત, 12 મે : કૃષિ, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગના રાજ્યમંત્રી મુકેશ પટેલે ઓલપાડ તાલુકા સરોલ, ઓરમ, માસમા, ઇશનપોર, કરમલા, સરોલી, કનાદ મળીને સાત ગામોમાં પંચાયત ઘર, આર.સી.સી રોડ, વોશિંગ ઘાટ, પેવર બ્લોક, ગટર લાઈન અને ડામર રોડ સહિતના જનહિતલક્ષી વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત કર્યું હતું.ઓલપાડ તાલુકાના સરોલ ગામે રૂ.15 લાખ, ઓરમ ગામે રૂ.30 લાખ, માસમા ગામે રૂ.45.68 લાખ, ઇશનપોર ગામે રૂ.71 લાખ, કરમલા ગામે 38.39 લાખ, સરોલી ગામે રૂ.15 લાખ, કનાદ ગામે રૂ.8.53 કરોડ મળી કુલ રૂા.10.69 કરોડના વિકાસ કામો ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે મંત્રી પટેલે જણાવ્યું હતું કે, ઓલપાડ તાલુકામાં અનેક વિકાસ કામો તીવ્ર ગતિએ થઈ રહ્યાં છે. ઓલપાડના તમામ ગામોમાં ઘરેલુ ગેસલાઈન પહોંચાડવાના લક્ષ્ય સાથે ખેતરમાં જંતુનાશક દવાઓ ડ્રોન મારફતે છંટકાવ કરવામાં આવે તેવા અનેક ખેડૂતલક્ષી કામો પણ આગામી સમયમાં કરવાનું આયોજન હેઠળ છે. ગામના સરપંચો અને સભ્યોને જનસેવા કરવાની તક મળી છે, ત્યારે ગ્રામજનોને સરકારની કલ્યાણકારી યોજનાઓના લાભ મળે તેવા સેવાકીય કાર્યો કરવાનો અનુરોધ તેમણે કર્યો હતો. છેવાડાના માનવીને સરળતાથી વિજળી પ્રાપ્ત થઇ શકે માટે જરૂરિયાત ધરાવતા ગામોમાં સબ સ્ટેશન બનાવવાની કામગીરી પણ ઝડપભેર ચાલી રહી છે. વિકાસકાર્યો અને જનલક્ષી યોજનાઓના સુચારુ અમલીકરણ દ્વારા વિકાસના ફળો સમાજના તમામ વર્ગોના લોકોને મળે તે માટે રાજ્ય સરકાર હરહંમેશ સંકલ્પબધ્ધ છે.

આ પ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખ અમિત પટેલ, તાલુકા સંગઠન પ્રમુખ બ્રિજેશ પટેલ, જિલ્લા અને તાલુકા પંચાયતના સભ્યો, સામાજિક અગ્રણીઓ, સરપંચ, ગ્રામજનો ઉપસ્થિત રહ્યાં હતાં.

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *