
સુરત, 12 મે : રાજયના કૃષિ, ખેડુત કલ્યાણ અને સહકાર વિભાગ હેઠળના ‘આત્મા પ્રોજેક્ટ’ દ્વારા જિલ્લા કલેક્ટર આયુષ ઓકના અધ્યક્ષસ્થાને પ્રાકૃતિક કૃષિ પધ્ધતિના પ્રચાર-પ્રસાર, રસાયણમુક્ત પેદાશોના વેચાણ અને યોજનાકીય કામગીરીનો વધુમાં વધુ ખેડુતો જોડાય તે માટે આગામી તા.14મી મેના રોજ કામરેજ અને બારડોલી ખાતે અમલીકરણ બેઠકનુ આયોજન કરવામાં આવ્યું છે.

બારડોલી ખાતે સવારે 10 વાગે નગરપાલિકા સંચાલિત સરદાર પટેલ ટાઉનહૉલ ખાતે યોજાશે. જેમાં બારડોલી, મહુવા, માંડવી, પલસાણા અને ઉમરપાડા તાલુકાના ખેડૂતો ભાગ લેશે. જયારે કામરેજ ખાતે બપોરે 2 વાગે શ્રી ઉમામંગલ હોલ, કામરેજ ચાર રસ્તા ખાતે બેઠક યોજાશે. જેમાં ઓલપાડ,કામરેજ, ચોર્યાસી. અને માંગરોળ તાલુકાના ખેડૂતો સામેલ થશે. અહી નોંધનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આઝાદીના અમૃત મહોત્સવ કાર્યક્રમ હેઠળ દરેક ગામમાંથી 75 ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરતા થાય તેવા પ્રયાસો કરવા જણાવ્યું હતું.
અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત