
સુરત, 12 મે : ગુરુવારે ગુજરાત માધ્યમિક બોર્ડ દ્વારા જાહેર થયેલ ધો.12 વિજ્ઞાન પ્રવાહના જાહેર થયેલ પરિણામમાં સુરતશહેરની પ્રસિદ્ધ પી.પી. સવાણી સ્કૂલના ૯ વિધાર્થીઓએ.A1 ગ્રેડ પ્રાપ્ત કરી સમગ્ર રાજ્યમાં સુરત શહેરનું નામ રોશન કર્યું છે.આ તબક્કે દરેક વિદ્યાર્થીઓને સંસ્થાના ચેરમેન વલ્લભભાઈ સવાણી દ્વારા તેમના આગળના ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવી હતી. સાથે સાથે વિદ્યાર્થીઓને આગામી સમયમાં JEE/NEET પરીક્ષા આપવાની હોય તે પરીક્ષાઓ માટે પણ શુભકામનાઓ પાઠવી હતી. ક્વોલીફાઈડ થયેલા તમામ વિદ્યાર્થીઓની મહેનત અને કોઠાસૂઝ તથા ખંતીલા શિક્ષકોનું સમયસરનું અને સચોટ યોગ્યદીશાનું માર્ગદર્શન વિદ્યાર્થીઓની સફળતાના પર્યાય બની ગયા હતા.અને અવિરત પણે દર વર્ષની જેમ જ સમગ્ર ગુજરાતમાં પી.પી.સવાણી શાળાના વિદ્યાર્થીઓ અગ્રેસર રહી ખુબ જ ધમાકેદાર પરિણામ પ્રાપ્ત કરવામાં સફળતા મેળવી હતી.

અત્રે એ વાતનો ઉલ્લેખ કરવો જરૂરી છે કે ધો.12માં સફળતા મેળવનારી આ શાળાની ધ્રુવી પરેશભાઈ ડોબરિયા કે જેણે A1 ગ્રેડ મેળવ્યો છે.તેણીનો મોટો ભાઈ વિકલાંગ ચેહ અને અને પથારીવશ છે. તેનીઆ પરિસ્થિતી જોઈને ધ્રુવીને ડોક્ટર બનવાની પ્રેરણા મળી છે.પરિવારની આર્થિક સ્થિતિ નબળી હોઈને ધો.11 /12 સાયન્સ વિભાગની ફી ભરી શકવાની વ્યવસ્થા ન હતી.ત્યારે સેવાના ભેખધારી એવા સવાણી પરિવારની એવી પી.પી.સવાણી સ્કૂલ દ્વારા તેની સંપૂર્ણ ફી માફ કરવામાં આવી હતી.તેણી મૂળ અમરેલી જિલ્લાના બગસરા ગામની વતની છે.NEETની પરીક્ષામાં સારું પરિણામ મેળવી એઇમ્સ માથી MBBSમાં પ્રવેશ મેળવવાનું તેનું સ્વપ્ન છે અને હાલ ભાડાના મકાનમાં રહે છે.પપ્પા હીરા મજૂરી કામ કરે છે.અને માતા ઘરકામ કરે છે.મનોબળ મજબૂત હોય તો કોઈ તાકાત તમને રોકી શકતું નથી.તે ધ્રુવીએ તેના પરિણામથી સાબિત કરી દીધું છે.

આવી જ સંઘર્ષની વાત આ શાળાના નારોલા પાર્થ ઘનશ્યામભાઈની છેકે જેણે B1 ગ્રેડ સાથે 650માંથી 482 માર્ક્સ મેળવ્યા છે.આ વિદ્યાર્થીનાઅભ્યાસ દરમિયાન જ હાર્ટ એટેકથી તાના પપ્પાનું અવસાન થઇ ગયું છે.તેના પપ્પાનું સપનું હતું કે પાર્થ કોમ્પ્યુટર એંજિનિયર બને એ માટે તેણે તનતોડ મહેનત કરી હતી.તેની માતા ઘરકામ સાથે સિલાઈ મશીન ચલાવી પરિવારનું ભરણ પોષણ કરે છે.પરિવારમાં દાદા-દાદી ,એક બહેન અને માતા સાથે રહે છે.તેના પપ્પાનું સ્વપ્ન સિદ્ધ કરવાના ધ્યેય સાથે તે આગળ વધી રહ્યો છે.

આવી જ કઈંક દુઃખદ ઘટના આ શાળામાં જ અભ્યાસ કરતા વિદ્યાર્થી સાંકળીયા વિશાલ દિનેશભાઇની છે.કોરોનાકાળ દરમિયાન તેના પિતા દિનેશભાઇનું કરૂણ અવસાન થયું હતું.દિનેશભાઇ પોતે ધોરણ 8 સુધી ભણેલા હોઈને તે તેના પુત્ર વિશાલને હંમેશા ઉચ્ચ અભ્યાસ કરવા પ્રેરણા આપતા.વિશાલે B1 ગ્રેડ સાથે 650માંથી 490 માર્ક્સ મેળવ્યા છે.તેનું સ્વપ્ન કોમ્પ્યુટર એંજિનિયર બનવાનું છે.હાલમાં તે પોતાના મામા સાથે રહી ને અભ્યાસ કરે છે.જયારે પરિવારમાં એક નાની બહેન નનસાડ પ્રાથમિક શાળમાં અભ્યાસ કરી ધો.9 માં પ્રવેશ મેળવશે.
આ તમામ વિદ્યાર્થીઓ-વિદ્યાર્થિનીએ એ તેમના જીવનના મહત્વપૂર્ણ તબક્કે સંઘર્ષ વેઠીને સફળતા મેળવી છે અને તેનું શ્રેય તેઓ તેમના પરિવાર અને પી.પી. સવાણી સ્કૂલ પરિવારને આપે છે કારણ કે આ બન્નેનો સહયોગ ન હોત તો તેઓ સફળતા મેળવી ન શક્યા હોત.
અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત