
સુરત,12 મે : રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સુરત શહેરના લિંબાયત વિસ્તારમાં ધારાસભ્ય સંગીતા પાટીલના યજમાન પદે લિંબાયત ઉત્સવ સમિતિ દ્વારા આયોજીત શિવ મહાપુરાણ કથામાં ઉપસ્થિત રહી કથાનું શ્રવણ કર્યુ હતું.આ પ્રસંગે શિવ મહાપુરાણના વકતા મહારાજ લલિત નાગરે મુખ્યમંત્રીનું હારમાળા પહેરાવી સ્વાગત કર્યું હતું.
આ અવસરે મુખ્ય મંત્રી ભૂપેન્દ્રપટેલે જણાવ્યું હતું કે,શિવમહાપુરાણમાં ભગવાન શિવ અને દેવી પાર્વતી વિશે તથા તેના વાર્તાલાપ અંગેનું સરસ આલેખન કરવામાં આવ્યું છે. તમામ પુરાણોમાં શિવમહાપુરાણનું એક આગવું મહત્ત્વ છે. આપણા જીવનમાંથી અવગુણોને દુર કરી જીવમાંથી શિવ થવાનો અનુરોધ કર્યો હતો.

આ પ્રસંગે આ માર્ગ અને મકાન વિભાગના મંત્રી પૂર્ણેશ મોદીએ જણાવ્યું હતું કે , રાજયના યાત્રાધામ વિકાસ દ્રારા બેટ દ્વારકા ખાતે બ્રિજનુ નિર્માણ, માધવરાયના મંદિર તથા પાવાગઢ મંદિરોનુ નવનિર્માણ કરવાનુ કાર્ય સરકાર કરી રહી હોવાનું તેમણે કહ્યું હતું.
આ અવસરે શહેરી વિકાસ રાજ્યમંત્રી વિનોદ મોરડિયા, ધારાસભ્ય વિવેક પટેલ, સુરત શહેરના સંગઠન પ્રમુખ નિરંજન ઝાંઝમેરા, શાસક પક્ષના નેતા અમિતસિંગ રાજપુત, લીંબાયત વિસ્તારના કોર્પોરેટરો, ભાવિકભકતો ઉપસ્થિત રહ્યા હતા.
અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત