
સુરત, 12 મે : સુરત ની ખ્યાતનામ IDCC હોસ્પિટલ ખાતે આજે વિશ્વ નર્સિંગ દિવસ ની ઉજવણી કરવામાં આવી હતી જેમાં હોસ્પિટલના ડોક્ટર મિત્રો અને અન્ય સ્ટાફ એ નર્સિંગ સ્ટાફ ને શુભેચ્છા આપી અને કેક કટિંગ કરી સાથે ભોજન લઇ આ દિવસ ની વિશેષ ઉજવણી કરી હતી.આ કાર્યક્રમ માં રેડક્રોસ બ્લડબેન્ક , સક્ષમ ગુજરાત ના સહ સંયોજક અને સાઉથ ગુજરાત ના કમાંડેન્ટ ડૉ. પ્રફુલ્લ શિરોયા અને લોકદ્રષ્ટિ ચક્ષુબેંક ના ઉપાધ્યક્ષ દિનેશ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા. ડૉ. પ્રફુલ્લ શિરોયા દ્વારા જનરલ સેવા અને પોસ્ટ ઓપરેટિવ દર્દીઓની અદભુત સેવા કરનાર નર્સિંગ સેવા ને બિરદાવી હતી.

સાઉથ ગુજરાત ના પ્રખ્યાત ડૉ.પ્રતીક સાવજ (ઇન્ફેકશિયસ ડીસીઝ ના નિષ્ણાંત) એ જણાવ્યું હતું કે નર્સિંગ સ્ટાફ એ હોસ્પિટલના પાયાના પથ્થર છે એના વગર કોઈપણ હોસ્પિટલમાં ઇન્ફેકશન કંટ્રોલના પ્રોટોકોલ શક્ય ન થઈ શકે. ડૉ. નીરવ ગોંડલીયા અને ડૉ.ચંદ્રકાન્ત ઘેવરિયા સાહેબ દ્વારા જણાવાયું કે ICU માં પેશન્ટ ની સારવાર દરમિયાન એ ખુબજ મહત્વપૂર્ણ ભૂમિકા અદા કરતા હોય છે અને નર્સિંગ સ્ટાફ એ હોસ્પિટલ માટે ખુબજ ઉપયોગી સેતુ બની રહેતો હોય છે.

IDCC હોસ્પિટલના એડમીન ડૉ. ભાવિન શિરોયા એ જણાવ્યું હતું કે હોસ્પિટલ માટે પાયાના પથ્થર સમાન જો કોઈ કામ કરતું હોય તો તેઓ નર્સિંગ સ્ટાફ જ હોય છે . જેઓ દર્દી ઓ ની માટે ઘણી વાર માઁ ની પણ ગરજ સારતા હોય છે અને દર્દીઓને હંમેશા પરિવારના સભ્યની જેમ કેર કરતા હોય છે તેથી જ રેડક્રોસ સંસ્થા પણ છેલ્લા ઘણા વર્ષોથી નર્સિંગ ડે આવી રીતે જ સેલિબ્રેટ કરતી આવી છે.
અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત