આવતીકાલે સુરત જિલ્લાના 9 ગામો તથા 3 નગરપાલિકાઓ ખાતે સેવાસેતુના કાર્યક્રમો યોજાશે

સ્થાનિક
Spread the love

સુરત, 13 મે : જનસામાન્ય નાગરિકોની વ્યક્તિલક્ષી રજૂઆતોનો સ્થળ પર ઉકેલ આવે, પ્રજાલક્ષી યોજનાઓનો લાભ ઘરઆંગણે મળી રહે તેવા આશયથી રાજય સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલા સેવા સેતુના આઠમાં તબક્કા હેઠળ સુરત જિલ્લામાં આવતીકાલે 14મી મે ના રોજ સવારે 9 થી 5 વાગ્યા દરમિયાન બારડોલી તાલુકાના બાલ્દા પ્રા.શાળા, કામરેજની ઓરણા પ્રા.શાળા, મહુવા તાલુકાના કરચેલીયા પ્રા.શાળા, પલસાણા તાલુકાના લીંગડ પ્રા.શાળા, ચોર્યાસીની સુવા પ્રા.શાળા, માંડવીની દેવગઢ ગામે, ઉમરપાડાના ચોખવાડા તથા ઓલપાડ તાલુકાના સાંધિયેર ગામે પ્રાથમિક શાળાઓમાં ખાતે સેવા સેતુ કાર્યક્રમો યોજાશે.
આ ઉપરાંત માંડવી નગરપાલિકા, બારડોલી નગરપાલિકાની મૈસુરીયા સમાજની વાડી તથા કડોદરા નગરપાલિકાના હોલ ખાતે રાજય સરકાર દ્વારા 56 જેટલી વિવિધ યોજનાઓ જેમાં સાતબાર/આઠ-અ પ્રમાણપત્રો, વિધવા સહાય, આધારકાર્ડ, રાશનકાર્ડ, જાતિ પ્રમાણપત્રો, આયુષ્યમાન કાર્ડ, રેશનકાર્ડ સુધારા જેવી અનેક યોજનાઓના લાભોની અરજીઓનું સ્થળ પર નિરાકરણ કરવામાં આવશે.

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *