સરકારના આઇ હબ સાથે મળીને સુરત ચેમ્બર ઉદ્યોગ સાહસિકોને પ્રોત્સાહિત કરવા હેતુ ‘સ્ટાર્ટ–અપ ડેમો ડે’ યોજાશે

સ્થાનિક
Spread the love

સુરત, 13 મે : ગુજરાત સરકારના આઇ હબ સાથે મળીને ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા શનિવાર 14મી મે, 2022ના રોજ સાંજે 4:30 કલાકે સમૃદ્ધિ, નાનપુરા, સુરત ખાતે ‘સ્ટાર્ટ–અપ ડેમો ડે’નું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સુરતના સ્ટાર્ટ–અપ્સને શોર્ટલીસ્ટ કરવામાં આવશે. આ સ્ટાર્ટ–અપ ચેમ્બર ઓફ કોમર્સના સભ્યો સમક્ષ બિઝનેસ માટેના આઇડીયા વિશે પ્રેઝન્ટેશન રજૂ કરશે. જે સ્ટાર્ટ–અપના બિઝનેસ માટેના આઇડીયા ગમશે તો તેમાં રોકાણકારો દ્વારા રોકાણ કરવામાં આવશે તેમજ તેઓને માર્ગદર્શન પૂરું પાડવામાં આવશે.ઉપરોકત કાર્યક્રમમાં ભાગ લેવા માટે ગુગલ લીન્ક https://bit.ly/3yqYrmE પર ફરજિયાતપણે રજિસ્ટ્રેશન કરવાનું રહેશે.

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *