
સુરત,13 મે : ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના વિમેન્સ આંત્રપ્રિન્યોર સેલ દ્વારા શનિવાર, તા. 14 મે, 2022ના રોજ સાંજે4 કલાકે પિડીયાટ્રિક હોલ, બીજા માળે, સમૃદ્ધિ, એસ.આઇ.ઇ.સી.સી. કેમ્પસ, સરસાણા, સુરત ખાતે ‘નિડર મહિલા સાહસિકતા, કાર્યસ્થળે સુરક્ષાનું મહત્વ અને મહિલાઓ માટે સાયબર સુરક્ષાનો અભિગમ’ વિષય ઉપર મહત્વના સેશનનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મુખ્ય મહેમાન તરીકે સુરત શહેર પોલીસ કમિશનર અજય કુમાર તોમર (આઇપીએસ) ઉપસ્થિત રહેશે અને હેતુલક્ષી સંબોધન કરશે.

આ સેશનમાં નાયબ પોલીસ કમિશનર સરોજ કુમારી (આઇપીએસ) અને સાયબર ક્રાઇમ સેલના મદદનીશ પોલીસ કમિશનર વાય. એ. ગોહિલ દ્વારા મહિલા ઉદ્યોગ સાહસિકો માટે સાયબર સુરક્ષાના પગલાં, કાર્યસ્થળ પર જાતીય સતામણી કાયદા અને તે અંગેની ફરિયાદો દાખલ કરવાની પ્રક્રિયા તથા વિવિધ નાણાંકીય ગુનાઓ અને તેની મોડસ ઓપરેન્ડી વિશે વિસ્તૃતપણે માહિતી આપવામાં આવશે. આ સેશનમાં ભાગ લેવા માટે ગુગલ લીન્ક https://bit.ly/3FBlb4L પર ફરજિયાતપણે રજિસ્ટ્રેશન કરવાનું રહેશે.
અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત