આવતીકાલે દાંડીથી આમ આદમી પાર્ટીની “પરિવર્તન યાત્રા” નો થશે પ્રારંભ

પ્રાદેશિક
Spread the love

સુરત, 14 મે : આગામી વિધાનસભાની ચૂંટણી પૂર્વે ગુજરાતમાં આમ આદમી પાર્ટીએ લોકસંપર્ક માટે અનેકવિધ કાર્યક્રમોનું આયોજન કર્યું છે. આ ક્રમમાં આવતી કાલે દાંડીથી સમગ્ર રાજ્યમાં નીકળનારી પરિવર્તન યાત્રાનો પ્રારંભ થવા જઈ રહ્યો છે.ત્યારે, આમ આદમી પાર્ટી દ્વારા આપવામાં આવેલી પ્રેસ વિજ્ઞપ્તિ અનુસાર ગુજરાતના છેવાડાના નાગરિકો સુધી પહોંચવા અને પ્રત્યેક નાગરિકોના પ્રશ્નોને વાચા આપવા આપ “પરિવર્તન યાત્રા”નુ આયોજન કરવામાં આવ્યુ છે.સમગ્ર ગુજરાતમાં આમ આદમી પાર્ટી આગળ વધી રહી છે. હવે આદમી પાર્ટી વધુ તેજીથી આગળ વધવા માટે સમગ્ર ગુજરાતમાં પરિવર્તન યાત્રા કરવા જઈ રહી છે. આવતીકાલે 15 મે થી દાંડીથી આમ આદમી પાર્ટી પરિવર્તન યાત્રાની શરુઆત કરશે.
દાંડીથી ‘આપ’ ગુજરાત પ્રદેશ સંગઠન મહામંત્રી નેતા મનોજ સોરઠીયા, સંગઠન મંત્રી રામ ધડૂક અને આપ નેતા રાકેશ હિરપરા સાંજે 4 કલાકે યાત્રાનો પ્રારંભ કરશે.ગુજરાતમાં ભ્રષ્ટાચાર મુક્ત શાસન આપવા, ખરા અર્થમાં સુશાસનની સ્થાપના કરવા અને ગુજરાતના યુવાનો માટે રોજગારની ઉત્તમ સગવડ વ્યવસ્થા પુરી કરવા માટે આમ આદમી પાર્ટીની આ ‘પરિવર્તન યાત્રા’ ગુજરાતની રાજનીતિને એક સકારાત્મક દિશામાં લઈ જશે.

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *