
સુરત,14 મે : ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી અને કોન્ફીડરેશન ઓફ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સ (કેટ)ના સંયુકત ઉપક્રમે રવિવાર, 15 મે, 2022 ના રોજ સવારે 10;30 કલાકે સમૃદ્ધિ, નાનપુરા, સુરત ખાતે ‘જીએસટી તથા ફૂડ એન્ડ સ્ટાન્ડર્ડ સેફટી એકટ’ વિશેની મુશ્કેલીઓ સંદર્ભે ચર્ચા કરવા માટે ઇન્ટરેકટીવ સેશનનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં કેટના નેશનલ ચેરમેન મહેન્દ્ર શાહ અને નેશનલ સેક્રેટરી જનરલ પ્રવીણ ખંડેલવાલ દ્વારા વેપારીઓને સંબોધન કરવામાં આવશે. આ સેશનમાં ભાગ લેવા માટે ગુગલ લીન્ક https://bit.ly/3MbWONQ પર ફરજિયાતપણે રજિસ્ટ્રેશન કરવાનું રહેશે.

આ ઉપરાંત રવિવાર, 15મી મે, 2022ના રોજ બપોરે 3 કલાકે સુરતની ટેક્ષ્ટાઇલ ઇન્ડસ્ટ્રી રશિયા ખાતે કઇ રીતે નિર્યાત કરી શકે છે ? તે અંગે ટેક્ષ્ટાઇલ ઉદ્યોગકારો સાથે સમૃદ્ધિ, નાનપુરા, સુરત ખાતે મહત્વનું સેશન યોજાશે. જેમાં પણ કેટના નેશનલ ચેરમેન મહેન્દ્ર શાહ અને નેશનલ સેક્રેટરી જનરલ પ્રવીણ ખંડેલવાલ દ્વારા ટેક્ષ્ટાઇલ ઉદ્યોગકારોને મહત્વનું માર્ગદર્શન આપવામાં આવશે. આ સેશનમાં ટેક્ષ્ટાઇલ ઉદ્યોગકારોને ખાસ હાજર રહેવા માટે આમંત્રિત કરવામાં આવ્યા છે.
હાલમાં રૂસ અને યુક્રેન વચ્ચે યુદ્ધ ચાલી રહયું છે. જેને કારણે યુ.કે., અમેરિકા અને યુરોપ જેવા દેશોએ રૂસ પર મૂકેલા પ્રતિબંધને કારણે ભારતમાંથી ખાસ કરીને ટેક્ષ્ટાઇલમાં ગારમેન્ટ, મશીન પાર્ટ્સ, ફૂડ, હાર્ડવેર અને ફૂટવેર વિગેરે ક્ષેત્રે નિર્યાત માટે વિપુલ તક ઉભી થઇ છે. જે અંગેની વેપારીઓ સાથે ચર્ચા કરવા માટે આ સેશનનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ભાગ લેવા માટે ગુગલ લીન્ક https://bit.ly/3N53ope પર ફરજિયાતપણે રજિસ્ટ્રેશન કરવાનું રહેશે.
અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત