સુરત : કાપડ માર્કેટમાં બનતા છેતરપિંડીના બનાવો અંગે વેપારીઓએ ગૃહમંત્રીને વીડિયો કોન્ફરન્સથી રજૂઆત કરી

સ્થાનિક
Spread the love

સુરત, 14 મે : સુરત શહેર ડાયમંડ નગરી અને ટેક્સ્ટાઇલ નગરી તરીકે સમગ્ર વિશ્વમાં પ્રસિદ્ધ છે.સમગ્ર વિશ્વમાં કાપડના ઉત્પાદનમાં મોખરે રહેનારા સુરત શહેરના કાપડ બજારમાં ઉઠમણાનો દોર સતત ચાલુ રહેતો હોય છે.ઉઠમણું કરીને ફરાર થઇ જતા વેપારીઓને કારણે અનેકવાર વેપારીઓને કરોડો રૂપિયાનું નુકશાન થયું છે.તાજેતરમાં જ 25 કરોડ કરતા વધુ રકમનું ફુલેકુ ફેરવી ઉઠમણું કરનાર વેપારીઓએ આખરે તેમની સમસ્યા અંગે આજે ગૃહમંત્રી હર્ષ સંઘવીને વીડિયો કોન્ફરન્સના મારફતે રજૂઆતો કરી હતી.આ રજૂઆતો અંગે વેપારીઓ આજે સુરત સ્થિત ગૃહમંત્રીની ઓફિસે પહોંચ્યા હતા.જ્યાં તેમની રજૂઆતો સાંભળ્યા બાદ તમામ વેપારીઓને આ ઉઠમણું કરી જનારા વેપારીને ઝડપી પાડવાનું મંત્રીએ આશ્વાસન આપ્યું હતું.
સુત્રોથી મળેલી જાણકારી મુજબ સુરત શહેરના ગ્લોબલ ટેકસટાઇલ માર્કેટમાં વેપારીએ દલાલ મારફત દુકાન ભાડે રાખી હતી અને બાદમાં અલગ અલગ વેપારીઓ પાસેથી વિશ્વાસ સંપાદન કરીને માલ લીધો હતો.આ વેપારીએ સુરતના કુલ 158 કરતા વધુ વેપારીઓ પાસે વેપાર કરીને બાદમાં ઉઠમણું કર્યું હતું અને પોતાની ઓફિસે તાળા મારી દીધા હતા.ઉઘરાણી માટે તેનો ફોન કરતા તે સ્વીચ ઓફ આવતા આ ઉઠમણાં વિષે શંકા દ્રઢ બની હતી.વેપારીઓને રજૂઆતો બાદ મંત્રીએ વેપારીઓને જણાવ્યું હતું જેમણે આ ઉઠમણું કર્યું છે. તેના જેટલાગોડાઉન છે. ત્યાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. જેથી કરીને ત્યાંથી કોઈ કાપડનો માલ તે સગેવગે ન કરી શકે. પોલીસ કમિશનરને પણ આ પ્રકરણમાં ઝડપથી તપાસ કરવા સૂચના આપી દેવામાં આવી છે.તમામ વેપારીઓનું ઝડપથી નિરાકરણ લાવશે. આવા ઠગ ટોળકીને ઝડપી પાડવા માટે પોલિસ ઝડપથી કામ કરી રહી છે.

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *