જીએસટીની હાલની જટીલ પ્રણાલીમાં સુધારો અતિ આવશ્યક : ખંડેલવાલ

સ્થાનિક
Spread the love

સુરત, 15 મે : શહેરના નાનપુરા સ્થિત ચેમ્બર કાર્યાલય સમૃદ્ધિ ખાતે રવિવારે સાંજે એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં ઉપસ્થિત CAIT ના નેશનલ જનરલ સેક્રેટરી પ્રવીણ ખંડેલવાલે મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે ” હાલની જીએસટી કર પ્રણાલી અત્યંત જટિલ છે અને તેમાં સુધારો કરવાની અત્યંત આવશ્યકતા છે.આ અંગે વર્તમાન કેન્દ્ર સરકારને અનેકવાર રજૂઆતો કરવામાં આવી છે.4 વર્ષ પૂર્વે જયારે જીએસટી અમલમાં મુકવામાં આવ્યો હતો ત્યારે વેપારી આલમે જે ટેક્સ પ્રણાલી બાબતે જે કલ્પના કરી હતી તેમાંની એક પણ વસ્તુ જીએસટી નથી.દેશની સૌથી કોમ્પ્લિકેટેડ કર પ્રણાલી જો હોય તો તે આજની જીએસટી પ્રણાલી છે.આ માટે રાજ્ય સરકારો જવાબદાર છે કારણે કે દરેક રાજ્યોએ પોતાની ચિંતા કરીને તેનું અમલીકરણ કરાવ્યું છે.જીએસટીમાં અત્યાર સુધીમાં 1100 વાર સંશોધન કરવામાં આવ્યું છે.તેમ છતાં વેપારીઓને કોઈ લાભ .થયો નથી.આટલી બધી વાર સંશોધન થવા છતાં જીએસટી ભરતી વખતે વેપારીથી એક ભૂલ પણ થઇ જાય તો તેને સુધારવાની એક પણ તક આ ટેક્સ પ્રણાલીમાં નથી.જીએસટી માં અધિકારીઓને સરકારે અનેક પ્રકારના અધિકાર આપી દીધા છે.”

ખંડેલવાલે વધુમાં જણવ્યું હતું કે અમારી વેપારીઓની સ્થિતિ તો કસાબ કરતા પણ ખરાબ છે .તેની માટે તો મધ્યરાત્રીએ પણ કોર્ટ ખોલવામાં આવી હતી.જીએસટી માટે તો અમને સાંભળવા વાળું કોઈ નથી.પીએમ મોદીના ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ સ્વપ્નથી જીએસટીમાં તદ્દન વિરુદ્ધ છે. આજે જીએસટી લાગુ થયાને 4 વર્ષ વીતી ગયા છતાં સીએ સિવાય કોઈ વેપારી જાતે ભરી નથી.તેટલી જટીલ સિસ્ટમ છે.તેમાં રહેલી વિસંગતતાઓ દૂર થાય તેવી અમારી માંગ છે અમે સરકારને દરેક પ્રકારનો સહયોગ આપવા તૈયાર છીએ.બીજી તરફ આ દેશમાં વિદેશી કંપનીઓ સાથે દેશની અમુક બેંકો,બ્રાન્ડ મળીને જે રીતે ડિસ્કાઉન્ટ આપે છે તેની તપાસ થવી જરૂરી છે. વેપારીઓને તો કોઈ ડિસ્કાઉન્ટ આપવામાં આવતું નથી.બેંકોની સાંઠગાંઠના કારણે વિદેશી કંપનીઓ ખુબ જ ફાયદો ઉઠાવી રહી છે.વર્તમાન સરકાર ઈ -કોમર્સ માટે કાયદો બનાવી રહી છે તે ઝડપથી બને અને કાયદાનું પાલન ન કરનારા સામે આકરી કાર્યવાહી કરવામાં આવે તેવી અમારી માંગણી છે.અમારી સાથે દેશના 60 હજારથી વધુ વેપારી સંગઠનો દ્વારા 8 કરોડથી વધુ વેપારીઓ જોડાયેલા છે. એમેઝોન ફ્લિપકાર્ટ જેવી કંપનીઓ પર હાલમાં કાર્યવાહી થઇ છે તે જરૂરી છે કારણ કે આ પ્રકારના પોર્ટલથી ગાંજો, પુલવામાં બૉમ્બ વિસ્ફોટનો સમાન પણ વેચાયો હોવાનું ખુલ્યું છે ત્યારે, તેમના પર કાર્યવાહી થાય તે જરૂરી છે.

આ પત્રકાર પરિષદમાં પ્રવીણ ખંડેલવાલે આગામી સમયમાં જો તેમની માંગ પુરી ન થાય તો સરકાર વિરુદ્ધ વેપારી સંગઠન દ્વારા વિરોધાત્મક કાર્યક્રમો પણ કરવામાં આવે તેવો પરોક્ષ રીતે સંકેત આપ્યો હતો.આ પત્રકાર પરિષદમાં CAITના ગુજરાતના પ્રમુખ પ્રમોદ ભગત સહિતના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *