
સુરત, 14 મે : સુરતના અડાજણ વિસ્તારમાં આર્ટ ઓફ લિવિંગ દ્વારા શ્રીમદ ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું હતું. કથાનો પ્રારંભ 6ઠ્ઠી મે ના રોજ થયો હતો. આ કથાની પૂરણાહૂતિ 13મી મે ના રોજ થઇ હતી. આ કથા દરમિયાન ભગવાનના વિવિધ ઉત્સવોને હર્ષોલ્લાસપૂર્વક મનાવવામાં આવ્યા હતા.

પ્રતિ દિન શ્રીમદ ભાગવત કથાના શ્રવણનો સરેરાશ 500થી વધુ ભાવિક ભક્તજનોએ લોકોએ ભાગ લીધો હતો.કથા દરમિયાન કૃષ્ણ જન્મોત્સવ, ,રાસલીલા,શ્રી રૂક્ષ્મણીજીના ભગવાન શ્રીકૃષ્ણ સાથેના વિવાહ, સુદામાજીનું મથુરાનગરીમાં આગમન સહિતના પ્રસંગોનું વ્યાસપીઠ પર બિરાજમાન બ્રહ્મચારી ગૌરાંગજીના મુખે રસપાન કરીને ભક્તજનો ભાવવિભોર બન્યા હતા.

તારીખ 13મીએ ગુરુદેવનો જન્મદિવસ લોકોએ રૂસ્તમપુરા સ્થિત એસએમસી કોમ્યુનિટી હોલમાં ખૂબજ આનંદથી ઉજવવામાં આવ્યો હતો. જેમાં એક હજારથી વધુ લોકોએ ભાગ લીધો હતો.આ અકર્ય્ક્રમની સાથે સાથે આર્ટ ઓફ લિવિંગના શિક્ષકો દ્વારા બ્રહ્મચારી ગૌરાંગજીનું સન્માન કરવામાં આવ્યું હતું અને લોકોએ આનંદ અને ઉત્સાહનો અનુભવ કર્યો હતો.

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત