જાણવા જેવું …. 80 વર્ષ પૂર્વે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની પ્રાર્થના આજના દિવસે ગાવામાં આવી હતી

આંતરરાષ્ટ્રીય
Spread the love

સુરત : રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ …નામ લેવા સાથે જ પ્રબળ રાષ્ટ્રભક્તિ અને ‘ ભગવા નીચે સૌ સમાન ” સૂત્રને ચરિતાર્થ કરનાર વિશ્વના સૌથી મોટા સંગઠનની ઝાંખી નજર સમક્ષ તરી આવે. અનેકવિધ પડકારો વચ્ચે પ્રબળ રાષ્ટ્રભક્તિની વિચારધારા સાથે સતત સેવાકીય પ્રવૃત્તિ કરનારા આ સંગઠનની પ્રાર્થના વિશ્વ પ્રસિદ્ધ છે.ત્યારે, આ પ્રાર્થના સૌ પ્રથમ ક્યારે ગાવામાં આવી હતી અને કોણે ગાઈ હતી અને કોણ છે તેનું લેખક ? તો વાંચકમિત્રો આપને જણાવીએ કે આજે તારીખ 18-05-2022 છે.આજથી બરોબર 80 વર્ષ પહેલા 18-05-1940ના દીવસે પ્રથમવાર આ પ્રાર્થના ગાવામા આવી હતી.

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની આ પ્રાર્થના કે જેને સંઘની પ્રાર્થના કહેવામાં આવે છે તેના લેખક હતા શ્રી નરહર નારાયણ ભીડે અને આ પ્રાર્થનાને પ્રથમવાર જાહેરમાં ગાનાર વ્યકિત હતા શ્રી યાદવ રાવ જોષી.આમ,18-05-1940ના દિવસે ગવાયેલી આ પ્રાર્થના ન ફક્ત સંઘના સ્વયંસેવકો પરંતુ વિશ્વભરમાં ભારતીયો માટે આજે ગૌરવગાન સમાન બની છે.વર્ધમાન નગર,ગુંદાવાડી પ્રભાત શાખાના સ્વયંસેવક હિરેન જોશી દ્વારા આ સુંદર માહિતી પ્રદાન કરવામાં આવી છે ત્યારે સાભાર સાથે આવો જાણીએ આ પ્રાર્થના તેના અર્થ સાથે.

1) નમસ્તે સદા વત્સલે માતૃભૂમે,
ત્વયા હિન્દભૂમે સુખં વર્ધિતોઽહમ્!
મહામંગલે પુણ્યભૂમે ત્વદર્થે,
પતત્વેષ કાયો નમસ્તે નમસ્તે!

અર્થ : હે પ્રેમ કરવાવાળી માતૃભૂમિ! હુ તને સદાય નમસ્કાર કરુ છુ તે મારુ સુખથી પાલન પોષણ કર્યુ છે.
હે મહામંગળમયી પુણ્યભૂમિ! તારા જ કાર્યમા મારુ આ શરીર અર્પણ થાય. હુ તને વારંવાર નમસ્કાર કરુ છુ.

2)પ્રભો શકિતમન્ હિન્દુરાષ્ટ્રાંગભૂતા,
ઇમે સાદરં ત્વાં નમામો વયમ્!
ત્વદીયાય કાર્યાય બધ્ધા કટીયમ્,
શુભામાશિષં દેહિ તત્પૂર્તયે!

અર્થ: હે સર્વશકિતશાળી પરમેશ્વર! અમે હિન્દુરાષ્ટ્ર ના અંગભુત તમને આદરસહિત પ્રણામ કરીએ છીએ. તમારા જ કાર્ય માટે અમે અમારી કમર કસી છે. તેને પુર્ણ કરવા માટે અમને તમારા શુભ આશિર્વાદ આપો.

3)અજય્યાં ચ વિશ્વસ્ય દેહીશ શકિતમ્
સુશીલં જગદ્ યેન નમ્રં ભવેત્!!
શ્રુતં ચૈવ યત્ કંટકાકીર્ણમાર્ગમ્
સ્વયં સ્વીકૃતં નઃ સુગંકાર્યેત્!!

અર્થ: હે પ્રભુ! અમને એવી શકિત આપો, જેનાથી વિશ્વમાં ક્યારેય કોઇ ચુનોતી ન આપી શકે, એવુ શુધ્ધ ચારીત્ર્ય આપો જેની સમક્ષ સંપુર્ણ વિશ્વ નતમસ્તક થઈ જાય,એવુ જ્ઞાન આપો કે પોતાના દ્વારા સ્વીકારેલ આ કાંટાળો માર્ગ સરળ થઈ જાય.

4)સમુત્કર્ષ નિઃશ્રેયસસ્યૈકમુગ્રમ્
પરં સાધનં નામ વીરવ્રતમ્!!
તદન્તઃ સ્ફુરત્વક્ષયા ધ્યેયનિષ્ઠા
હૃદન્તઃ પ્રજાગર્તુ તીવ્રાઽનિશમ્!!

અર્થ: તીવ્ર વીરવ્રતી ની ભાવના અમારામાં ઉત્પન્ન થતી રહે જે ઉચ્ચતમ આધ્યાત્મિક સુખ તથા મહાનતમ સમૃધ્ધી પ્રાપ્ત કરવાનુ એકમાત્ર શ્રેષ્ઠતમ સાધન છે. તીવ્ર તથા અખંડ ધ્યેયનિષ્ઠા અમારા અંતઃકરણ મા સદાય જાગતી રહે.

5)વિજેત્રી ચ નઃ સંહતા કાર્યશકિતર્
વિધાયાસ્ય ધર્મસ્ય સંરક્ષણમ્!!
પરં વૈભવં નેતુમેતત્ સ્વરાષ્ટ્રમ્
સમર્થા ભવત્વાશિષા તે ભૃશમ્!!

તમારી કૃપાથી અમારી આ વિજયશાલીની સંગઠીત કાર્યશકિત અમારા ધર્મનુ સંરક્ષણ કરી આ રાષ્ટ્ર ને વૈભવના ઉચ્ચતમ શિખર પર પહોચાડવામા સમર્થ થાય.

!! ભારત માતા કી જય !!

            આ સમગ્ર પ્રાર્થનામાં ક્યાંય કોઈ ધર્મ, જાતિ, સંપ્રદાયનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી...માત્રને માત્ર માં ભારતી પુન: વૈભવના શિખરે બિરાજમાન થાય તેવી નતમસ્તક પ્રાર્થના છે ત્યારે, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘને કોમવાદી સંગઠન તરીકે બદનામ કરનારાઓ આ પ્રાર્થના અને તેના અર્થનો અભ્યાસ કરે તે તેના અને દેશના હિતમાં છે...

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *