સુરતમાં રાત્રિના 10થી સવારના 6 વાગ્યા દરમિયાન લાઉડ સ્પીકર વગાડવા પર પ્રતિબંધ મુકાયો

સ્થાનિક
Spread the love

સુરત, 18 મે : સુરત શહેર પોલીસ કમિશનર અજયકુમાર તોમરે જાહેર શાંતિ અને સલામતી જળવાય રહે તેમજ કાયદો અને વ્યવસ્થા બરકરાર રહે તે માટે એક જાહેરનામા અન્વયે જરૂરી હુકમો બહાર પાડયા છે. જે મુજબ રાત્રે 10 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધીના સમય દરમિયાન હોર્ન, ધ્વની, પ્રદુષણ પેદા કરતા બાંધકામ અંગેના સાધનો, ફટાકડા ફોડવા અને લાઉડ સ્પીકરનો ઉપયોગ કરી શકાશે નહીં. આ ઉપરાંત, નિયત કરેલા ધ્વનિ પ્રદુષણ નિયમો અન્વયે ધ્વનિની માત્રાના ધોરણે લાઉડ સ્પીકરોનો ઉપયોગ કરવાનો રહેશે. આ ઉપરાંત હોસ્પિટલો, શૈક્ષણિક, સંસ્થાઓ, અદાલતો કે ધાર્મિક સ્થળોની આજુબાજુના 100 મીટરના ધેરાવામાં માઈક સીસ્ટમનો ઉપયોગ કરવો નહી. એકબીજા પ્રત્યે ઉશ્કેરણી થાય અને કોમી લાગણી દુભાય તેવા ઉચ્ચારણો કે ગાયનો માટે માઈક સીસ્ટમનો ઉપયોગ કરવો નહી.

સક્ષમ અધિકારીની પરવાનગી આપેલી હોય તે સિવાય કોઇ પણ સ્થળે લાઉડ સ્પીકરનો ઉપયોગ કરવો નહીં. રસ્તાની ડાબી બાજુ ચાલવા કે ટ્રાફિકને અડચણ થાય તેવા કૃત્યો કરવા નહી. ડી.જે. સીસ્ટમની એમ્બીઅન્ટ એર કવોલીટી સ્ટાન્ડર્ડ હોવી જોઇએ. માઈક સીસ્ટમ વગાડવા માટે નિયત શરતોને આધીન અધિકૃત અધિકારી પાસેથી લેખિત પરવાનગી મેળવી છુટછાટ લઇ શકાશે. આ જાહેરનામાનો અમલ 17 જુલાઈ-2022 સુધી રહેશે. આ હુકમનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે.

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *