સુરત, 18 મે : રાજ્યના રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિ વિભાગ-ગાંધીનગર હસ્તકના સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ગુજરાત પ્રેરિત જિલ્લા રમતગમત અધિકારીની કચેરી દ્વારા 15 થી 17 મે દરમિયાન દક્ષિણ ઝોન ઓપન એઈજ તથા 40 વયગૃપ ભાઈઓની શુટીંગ બોલ સ્પર્ધા કામરેજ તાલુકાની વ.દે.ગલીયારા હાઈસ્કૂલ, કઠોર ખાતે યોજાઈ હતી. જેમાં બંન્ને વયજુથમાં 8-8 ટીમોના 160 ખેલાડીઓએ ભાગ લીધો હતો. ઓપન એજ સ્પર્ધામાં તાપી જિલ્લો પ્રથમ અને નવસારી જિલ્લો દ્વિતિય ક્રમે વિજેતા જ્યારે 40 વયગૃપમાં સુરત શહેર પ્રથમ અને સુરત ગ્રામ્ય દ્વિતિય ક્રમે વિજેતા બન્યાં હતાં.વિજેતા ચારેય ટીમ અમદાવાદ ખાતે યોજનાર રાજ્ય કક્ષાની શુટીંગબોલ સ્પર્ધામાં દક્ષિણ ઝોનમાંથી પ્રતિનિધિત્વ કરશે.
અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત